________________ 138 ભીમસેન ચરિત્ર અને તેના નિસ્તેજ વદનને નિર્દોષ અને કરુણા ભાવે જોવા લાગ્યાં. ભદ્રા શેઠાણીએ આ જોયું. તેનું મન અસૂયા ને ઈર્ષાથી સળગી ઊઠયું. તેણે હજાર હજાર વિચાર કરવા માંડયા. તેનું મને કહેવા લાગ્યું: “શેઠ તે સુશીલાના રૂપ પાછળ આસક્ત થયા છે. તું અત્યારથી સવેળા નહિ ચેતે, તે એક દિવસ સુશીલા આ ઘરમાં બેસશે, ને તને ધકકા મારીને બહાર કાઢી મૂકશે.” - સુશીલા કે શેઠના મનમાં તો આવા વિચારને એક અંશ પણ ન હતો. પરંતુ ભદ્રાએ તે એવું જ માની લીધુ.. અને શોક્યના વિચારથી તેનું હૈયું ભભડી ઊઠયુ. તેણે મનથી નક્કી કરી લીધું કે આ સુશીલાને હવે કોઈપણ હિસાબે અહીંથી દૂર કરવી જોઈએ. નહિ તો એક દિવસ એ મારા ધણને છીનવી લેશે. અને મારે સંસાર ચૂંથી નાંખશે. મનથી આમ નક્કી કરતાં જ તેણે પોતાની કુબુદ્ધિને કામે લગાડી દીધી. અને આ માટે તેને ઉપાય પણ તરત જ જડી આવ્યું. - તેણે ધીરે ધીરે અને એક પછી એક વાસણ, કપડાં ને ઘરેણાં લઈ જઈને પિતાના બાપના ઘેર મૂકી આવી. પછી એક બપોરે શેઠ જમવા આવ્યા ત્યારે તેણે સુશીલા પાસે શેઠના માટે થાળી-વાડકો મંગાવ્યા. સુશીલા. થાળી-વાડકે લેવા ગઈ પણ થાળી-વાડકે હોય તે મળે ને ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust