________________ ભીમસેન ચરિત્ર 127 આપણે કયાં જઈશું ? આપણા ચારેયનું પોષણ કેવી રીતે થશે ? મને તો આ બધા વિચારથી ખૂબ જ મૂંઝવણ થાય છે.” એ સાંભળી ભીમસેને લક્ષ્મીપતિ શેઠ સાથે થયેલી બધી વાત જણાવી. સુશીલાને તેથી હૈયે ટાઢક વળી અને તેની મૂંઝવણ દૂર થઈ ગઈ. એ પછી સૌ ઉતાવળા પગલે લક્ષમીપતિની દુકાને આવ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust