________________ ભીમસેન ચરિત્ર 125 હતો. અમે સૌ વીતરાગ ધર્મમાં શ્રદ્ધાળુ હતા. ઉંમર થતાં અમારા સૌના ઉત્તમ કુળની સ્ત્રીઓ સાથે લગ્ન થયાં. અમારા. સૌનાં કુટુંબનો વ્યવહાર સારી રીતે ચાલતો હતો અને સી. સુખ અને સંપથી જીવન વ્યતીત કરતા હતા. પણ દેવને એ ન રૂઠુ. દૈવયોગે મારા ચારેય ભાઈઓ દેવગતિ પામ્યા. અને હું જ એક મારી પત્ની સાથે જીવતો રહી ગયો છું. આથી હાલમાં ઘણાં ઘર ખાલી પડયાં છે. તેમાં તું સુખેથી. નિવાસ કરજે. અને ભાઈ ! મારે આટલી બધી સમૃદ્ધિ ને સાહ્યબી હોવા છતાં પણ મારે દુઃખ છે. મારે શેર માટીની ખોટ છે. પુત્ર વિના સંસારનું સુખ શું કામનું? પણ જેવી દેવની ઈચ્છા. આ તો તને માત્ર જણાવવા ખાતર જ જણાવ્યું. માટે તું સુખેથી તારા પરિવારને લઈને આવ. મહિને હું તને બે રૂપિયા પગાર આપીશ. અને તારુ તથા તારા, કુટુંબનું હું ભરણપોષણ કરીશ. વસ્ત્ર ને અનાજ આપીશ. આ માટે મારી દુકાનનું કામ કરજે અને તારી પત્ની ઘરનું કામ કરશે. કેમ તને આ મંજૂર છે ને ભાઈ લક્ષ્મીપતિએ છેવટે પૂછયું. અનાયાસે જ આમ પિતાની બધી ચિંતા રહેવા. ખાવા ને પીવાની દૂર થતી હતી, તેથી ભીમસેનના આનંદને. પાર ન રહ્યો ને કૃતજ્ઞભાવે બેલી ઊઠયો. ધન્ય શેઠ ! ધન્ય! આપને ઉપકાર કદી હું નહિ ભૂલું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust