________________ 116 નશીબ બે ડગલાં આગળ મેં મારા સુખને, પરસ્ત્રીને નીરખીને મેં મારા નેત્રને અને બીજાઓના દોષનું જ ચિંતન કરીને મે મારા મનને દુષિત કર્યું છે. હે ભગવાન! હવે મારી શી ગતિ થશે ? હે ત્રિલોકેશ્વર ! વિષયવાસનામાં આસક્ત બની છે ખરેખર વિટંબનાને પાત્ર થ છું. હે તીર્થનાયક ! આપ તો સર્વજ્ઞ છે. સકલ સેના જ્ઞાતા છે. આપનાથી મારું કયું દુઃખ અને ભાવના અજાણ હાય, છતાં ય શરમાતા શરમાતાં પણ મેં મારી જે હકીકત છે તે આપને અક્ષરશઃ જણાવી છે. હે દેવાધિદેવ! મેં મારી બુદ્ધિને ભ્રમિત કરી નાંખી છે. મૂઢ મતિને લીધે મેં આપનું ધ્યાન ધરવાને બદલે સ્ત્રીઓના મત સૌન્દર્ય અને તેના વિલાસી અંગ ઉપાંગેનું જ ધ્યાન ધર્યું છે. સ્ત્રીઓના રાગના કાદવને મેં મારા હૈયામાં એટલે બધે ભર્યો છે કે હું તારક શુદ્ધ સિદ્ધાંત સમુદ્રમાં છેવાથી પણ તે જાય તેવું નથી. હે પ્રભે ! મારું શરીર શુદ્ધ નથી. મન પણ અશુદ્ધ છે. મારા દુર્ગુણનો પાર નથી. કોઈપણ પ્રકારનું વિશુદ્ધ આચરણ મેં કર્યું નથી. હવે મારામાં કોઈ પ્રભાવ રહ્ય નથી. ઓજસ નથી. તો ચે મારામાંથી હજી અહંકાર જતો નથી. રેજે રેજ ક્ષણે ક્ષણે મારું આયુષ્ય ક્ષીણ થતું જાય છે, છતાંય મારી પાપબુદ્ધિને નાશ થતો નથી. મારી ઉંમર વધતી જ જાય છે છતાં ય મારી વિષય વાસના હે? વિરામ પામતી નથી. શરીરના સુખ અને સૌન્દર્ય માટે મે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust