________________ 114 નશીબ બે ડગલાં આગવ પ્રદક્ષિણ દઈ ચૈત્યવંદન કર્યું અને હલકા કંઠે પ્રભુ સ્તવન ગાયું. ભીમસેનની ભકિતધારા ઓર વધવા લાગી. તે બે હા જેડી ભાવભર્યા હૈયે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. હે જિનેન્દ્ર ! આપ તો કલ્યાણરૂપ વેલડીને પ્રકુતિલ કરવામાં મેઘ સમાન છે. આપના ચરણકમળમાં તો દેવ પણ નમન કરે છે. આપ સર્વજ્ઞ છો. સર્વત્ર આપને 9 મહિમા પ્રસરી રહ્યો છે. માંગલિક કાર્યના કીડાગૃહ છો. માહે દેવાધિદેવ ! આપ મારા દુઃખને નાશ કરી મને સુખ આપે આપ તો ત્રણ લેકના આધાર છે. દયાના આપ અવ તાર છો. દુરંત સંસાર રોગને શાંત કરવામાં શૈદ્ય સમાન છે ક્ષમાનિધાન હે વીતરાગ પ્રત્યે ! આપને પ્રણામ કરી હું મારા દુઃખ તમને જણાવું છું. એક બાળક જેમ તેની કાલીઘેલી ભાષામાં પિતાની વાત તેના બાપને કરે છે, તેમ હે તાત ! હું પણ તમારે બાળક છું ને મારી ભાષામાં હું તમને મારી વાત કરું છું. - હે દયાનિધે ! હું બહુ દુઃખથી પીડાયેલ છું. હે નાથ ! મેં જમ પામીને કોઈ સુપાત્ર દાન આપ્યું નથી. શીલવ્રતનું વિશુદ્ધપણે પાલન કર્યું નથી. તપશ્ચર્યા પણ કરી નથી. તેમજ મેં શુભ ભાવના પણ ભાવી નથી. જેથી મારે આ સંસારમાં ૨ખડવું પડ્યું છે. . કોધાગ્નિથી બળી રહ્યો છે. કર સ્વભાવવાળા લેભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust