________________ 1 : સંસાર અને અપન રાજગૃહ આજ તો આ નગર ઈતિહાસની એક યાદ જેવું જ બની ગયું છે. પણ પુરાણકાળમાં આ નગરની જાહોજલાલી આજના મોટા મોટા શહેરોની હરોળમાં ઊભી રહે તેવી હતી. જમ્બુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં મગધ નામે એક દેશ હતો. દેશ એટલે આજની પરીભાષામાં રાષ્ટ્ર નહિ, પણ એક પ્રાંત. આજના મહારાષ્ટ્ર રાજયની કલપના કરી લો. એવો એક પ્રાંત મગધ હતો. રાજગૃહ એ દેશની રાજધાનીનું નગર હતું. રાજધાનીનું નગર એટલે પૂછવાનું જ શું હોય? વિશાળ ચોરસ માઈલ ધરાવતું એ નગર હતું. એ નગરની રચના અનેક વિદેશીઓને આકર્ષતી હતી. દેશ-પરદેશના અનેક સહેલાણીઓ આ નગર જોવા આવતાં. ત્યાં રોકાતાં. તેના ચોરે ને ચૌટે ઘૂમતાં. અને “વાહ વાહ! શું નગર, છે!” એવી તેની પ્રશંસા કરતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust