________________ 108 નશીબ બે ડગલા આગળ બને ખરે? એ મને આમ ઘરવિહોણે ને સ્વજનથી દૂર કરે રે ? આજ મારું રાજ ગયું છે. સ્વજનોને મને વિચાગ થો છે. ભૂખ અને તરસે આજ મારે જગલે જંગલે રખડવું પડયું છે. બાકી હતું તે ચરે આવીને મારા ધન અને ઘરેણાં તૂટી ગયા છે. આ બધું જ કર્મનો પ્રભાવ છે ! મારા પૂર્વ જન્મના દુષ્કૃત્યે જ આજ ઉદયમાં આવ્યાં છે. નહિ તે આવું બને જ શી રીતે ?" આમ ભીમસેન કર્મની લીલા વિચાર કરતો હતો અને પિતાના મનને મનાવતો હતો. પરંતુ એમ જે મન માની જાય તો એ મન શાનું? એને તે એક જ વિચાર આવતા હતો. ધન વિના હવે હું શું કરીશ? - એ વિચાર બળ કરતાં જ ભીમસેન ધનના વિચારે ચડી ગયો : “ધનનો પ્રભાવ જ એવે આ જગતમાં છે કે દુનિયા ધનવાનોને જ વધુ માન આપે છે. જગતમાં ધનથી ઘણા કાર્યો પાર પાડે છે. ધન ન હોય અને માત્ર એકલા ગુણો હોય, તે એ ગુણો પણ નિર્ધનતાને લીધે બહાર પ્રકાશમાં નથી આવતા. અરે ! કુળહીન માણસે પાસે જે ધન હોય છે તો ધનના પ્રતાપે તેઓ કુળવાનની પ્રતિષ્ઠા પામે છે. ખરેખર આ જગતમાં ધનના જેવો બીજો કોઈ બાંધવ જે નથી. પુત્ર, પત્ની, સગા, સંબંધીઓ સૌ ધનથી જ માનવીને મૂલવે છે. ધન હોય છે તો તેઓ પણ ઘણો રાગ રાખે છે. નહિ તે તેઓ પણ નિર્ધનની ઉપેક્ષા કરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust