________________ ભીમસેન ચરિત્ર કે તેઓ ઘસઘસાટ ઊંઘે છે કે નહિ. એ ખાત્રી થતાં જ તેણે તે જગા બેદી કાઢી ને તેમાં સંતાડેલી પિોટલીઓ કાઢી લીધી. અને એ પિટલીઓ લઈને તે પલાયન થઈ ગયા. સવાર પડતાં જ કુકડાએ પ્રભાતને પિકાર કર્યો. પરંતુ ભીમસેન અને સુશીલા તેમજ કુમારે એટલા બધા શ્રમિત થઈ ગયા હતા અને એટલી બધી ગાઢ નિદ્રામાં હતા કે તે પિકાર તેમણે સાંભળે નહિ. છેવટે કુટિરમાં સૂર્યને તડકો પ્રવેશ પામ્યું ત્યારે તેઓ સૌ જાગ્રત થયાં. જાગ્રત થતાં જ સુશીલા અને કુમારેએ ભીમસેનને પ્રણામ કર્યા. કારણ શાસ્ત્રોમાં કહ્યું છે કે, આર્યનારીએ ઊઠીને સૌ પ્રથમ પતિને પ્રણામ કરવા જોઈએ તેમજ પુત્રોએ પણ માતપિતાને પ્રણામ કરવા. કારણ શાસ્ત્રોમાં માતાપિતાને પ્રથમ તીર્થ તરીકે ઓળખાવ્યાં છે. એ વિધિ પતી ગયા બાદ સૌએ નવકાર મંત્રનું સમરણ કર્યું. - ભીમસેને એ બાદ જ્યાં પિટલી સંતાડી હતી એ જગા બેદી કાઢી. પણ ત્યાં ધૂળ ને ઢેફા સિવાય કંઈ જ ન મળ્યું. ઘરેણાંની પિટલી કેઈ ગુમ કરી ગયું હતું. - સુશીલાએ જ્યારે આ જાણ્યું ત્યારે તે મૂચ્છિત બની ગઈ અને જમીન પર ઢળી પડી. ભીમસેને અને કુમારે એ તરત જ તેની સુશ્રુષા કરી અને શીતળ જળને તેના વદન અને નેત્રો ઉપર છટકાવ કર્યો. - ત્યાર પછી ભીમસેને સુશીલાને આશ્વાસન આપતાં કહ્યું? પ્રિયે! આ સમય રુદન કરવાનું નથી. જે બનવાનું હતું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust