________________ 90 ભીમસેન ચરિત્ર મહેલના ગુપ્ત માર્ગની ખબર છે. તમે એ માગે નીકળી જાવ. સવાર સુધીમાં તો તમે આ નગરથી ઘણે દૂર જગલમાં પહોંચી જશે અને અહી કોઈને ખબર પણ નહિ પડે.” - સુનંદાની આ વાત જાણી ભીમસેને તાબડતોબ બધી તૈયારી કરી. કુંવરોને બંને જણાએ તેડી લીધા. સાથે થોડી સોના મહોર અને હથીયાર લીધાં અને ઘણું જ ત્વરાથી એ બધાં સુનંદાની પાછળ પાછળ સુરંગ આગળ આવી પહોંચ્યા. લોક સુનંદાએ સુરંગની કળ દાબી. કળ દબાતાં જ સુરંગનું દ્વાર ખુલી ગયું. સૌ તેમાં દાખલ થયાં. સુનંદાએ અંદર, ઉતરી કળ દબાવી સુરંગનું દ્વાર યથાવત વાસી દીધું. અને મશાલ પકડીને તે રસ્તો બતાવતી આગળને આગળ ચાલવા લાગી. * ચાલતાં ચાલતાં ભીમસેને પૂછયું : “સુનંદા ! આજ સુધી તે મને આ સુરંગની વાત કેમ ના કરી ? અને આ સુરંગની તને કયાંથી ખબર પડી ?" સુનંદા વિનયથી બેલી : “રાજ ! કેટલીક બાબત એવી હોય છે કે તે કોઈને ખબર કરવાની નથી હોતી. સમય આવે ત્યારે જ તેનો પ્રકાશ કરવાનો હોય છે. આજે એવે સમય હતો તેથી મેં આ સુરંગ તમને બતાવી અને આ સુરંગની વાત મને મારી માએ મરતી વખતે કીથી હતી. આ હકીકત આજ દિન સુધી મારા સિવાય કોઈ જાણતું નથી. આમ વાત કરતાં કરતાં સૌએ બે એજન જેટલો પંથ કાપી નાખે ત્યાં સુનંદાએ કીધું. “હે રાજન! હવે મારે પાછા ફરવું જોઈએ. તમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust