________________ મંડનમિઝ. : સુખ્યાત સાંભળી, મંડનમિશ્ર ઉપર અનુરાગવાળી થઈ. દરેક ક્ષણે તેના . હદયમાં એ પંડિતવર મંડન મિશ્રને જોવાની વાસના જોરાવર થઈ ગઈ. , હિંમમિત્રે પુત્રને મનભાવ જાણી, વિષ્ણમિત્રના ઘેર બે બ્રાહ્મણ મોકલ્યા વિષ્ણુમિત્રે તેઓની અ.રથી અભ્યર્થના કરી; તેઓના આગમનનું કારણ પુછયું, બ્રાહ્મણોએ ઉત્તર આપ્યો કે, " દ્વિજવર ! આપની પુત્રીનું શાસ્ત્રમાં નૈપુણ્ય, ચરિત્રનું પવિત્રપણું અને ધર્માનુરાગ વગેરે સાંભળી રાજગ્રહનિવાસી હિમમિત્ર નામના બ્રાહ્મણે તમારી પુત્રીનાં ભાગમાં કરવા અમને મોકલ્યા છે, તમારી પુત્રી તેના પુત્રને યોગ્ય જાણી અમને આપની પાસે મોકલ્યા છે. અમે તમારી પાસે કન્યા માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ. આપ અનુકંપા લાવી હિમમિત્રને અભિલાષ પૂર્ણ કરો.” . વિષ્ણમિત્ર. અગાઉથી કન્યાને મનોભાવ થોડે ઘણે જાર્યો હતો તેથી તેણે કહ્યું, " આપે જે મારી પાસે હિમમિત્રને અભિલાષ જાહેર કર્યો. તે મને અત્યંત પસંદ પડયો છે અને બહુ પ્રીતિકર થયા છે, તે પણ હુ એકવાર એ બાબત મારી પત્નીને પુછી આવું, શાથી કે કન્યાં" પ્રદાન કાર્ય સ્ત્રી લોકના આધીનની વાત છે,” એમ કહી વિકૃમિત્ર પિતાની પત્નીને સઘળી હકીકત કહી સંભળાવી. તેણે કહ્યું કે, " વરના જે સઘળા જ્ઞાતવ્ય વિષય છે, તે જાણ્યા વિના શી રીતે કન્યા આપવાની સંમતિ અપાય” જેનું ધન, ચરિત અને કુલ ઉત્કૃષ્ટ હોય છે તેને ' કન્યા આપવી યોગ્ય છે. શાસ્ત્રમાં લખે છે કે કુલ, શીલ, વય, (25, વિદ્યા, ધન અને સહાય એવા સાત ગુણમાં વરની પરીક્ષા કરી કન્યા દેવી. બીજા બાકીના વિષય સારૂ ચિંતા કરવાની આવશ્યકતા નથી. એટલે પહેલાં એ સઘળા વિષયમાં પરિક્ષા કરવી ઉચિત છે. એ સાંભળી વિષગુમિત્રે કહ્યું, " પ્રિયે ! તું જે વિષયની બાબત કહે છે, એ સઘળા વિષય બાબતમાં પરીક્ષા કરવી એવો નિયમ ચાલતું નથી. યદુવંશોત્પન્ન દ્વારકાધિક કૃષ્ણ જ્યારે તીર્થ દર્શનછળે ભ્રમણ કર્યું ત્યારે તેના કુલ શીલ વિગેરેની પરીક્ષા ન કરતાં કંડિનનગરના અધિપતિ ભીષ્મક રાજાએ પોતાની દીકરી રૂકમણીને કૃષ્ણના હાથમાં અર્પણ કરી હતી. જે કુમારિક ભટે દુર્જય બદ્ધ પંડિતોનો પરાજ્ય કરી જગતમાં વૈદિક આચાર ફરીથી સ્થાપિત કર્યો, તે કુમારિલભટ્ટને મંડનમિત્ર પ્રધાન વિખ્યાત શિષ્ય છે. બ્રાહ્મણનું પરમ ધન વિઘા હોય છે. મંડન મિશ્ર અત્યંત વિદ્વાન બ્રાહ્મણ છે. એ બાબતે આપણી કન્યા આપવાથી આપણી કન્યા અતિશય . P.P.Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust