________________ ભગવચ્છકરાચાર્ય ચરિત. શિવગુરૂના અસાધારણુ ગુણે આકૃષ્ટ થઈ અનેક બ્રાહ્મણો પોતાની કન્યા દેવા સારૂ વિદ્યાધિરાજના ઘેર આવવા લાગ્યા. પ્રતિદિન વિદ્યાધિરાજનું ઘર કન્યા દેવાને ઇચ્છનારા માણસોથી પરિપૂર્ણ રહેતું હતું. કન્યા આપવાને ઇચ્છનારા બ્રાહ્મણો માંથી કન્યાની વાંસે બહુ નાણું આપવા શિયાર હતા. પણ વિદ્યાધિરાજે તેઓમાંથી વિશેષ પરીક્ષા કરી મઘપંડિત નામના કેઈ પવિત્ર કુલમાં ઉત્પન્ન થયેલા, બ્રાહ્મણની કન્યા માગી લીધી. ત્યાર પછી કન્યાના પિતા અને વરના પિતા વચ્ચે કયાં વિવાહ કરવો એ બાબત પરસ્પર વિતર્ક થવા લાગ્યો. વરના પિતાએ કન્યાના પિતાને કહ્યું, " આપ આપની પુત્રીને અમારે ઘેર આણ કન્યાદાન કરો. 52 કન્યાના પિતાએ વરના પિતાને કહ્યું જે " મહાશય ! મેં જે નાણું કન્યા વાસે વરને આપવાનું કબૂલ કર્યું છે તેનાથી બમણું નાણું હું આપને આપવા કબુલ થાઉં છું. આપ અનુગ્રહ કરી અમારે ઘેર આવી પુત્રના વિવાહનું કાર્ય સંપન્ન કરો ! વરના પિતાએ કહ્યું જે મહાશય ! આપ આપની કન્યાને અમારે ઘેર લઈ આવી કન્યાદાન કરે, હું આપની પાસેથી કાંઈ પણ નાણું લઈશ નહિ.” એવી રીતે પરસ્પરને મતભેદ જોઈ એક વિશેષ આશામીએ, કન્યાના પિતાને નિર્જન સ્થળે બોલાવી કહ્યું જે " મહાશય ! તમે,વરના પિતાના ઘેર જઈ કન્યાદાન કરવામાં સંમત થાઓ, નહિતે વિરેાધ પડવાથી એ કન્યાને છોડી વર બીજી કન્યા પરણશે. ત્યારે તમે શું કરશો. * કન્યાને પિતા વરના ગુણે અને રૂપે મોહિત થઈ એ વાતમાં સંમત થયો. - ત્યારપછી વિદ્યાધિરાજે અને મધપંડિતે કુલદેવતાની પૂજા કરી,પરસ્પર પુત્ર અને કન્યાના વિવાહ નિમિતે પ્રતિજ્ઞા લીધી દૈવજ્ઞ બ્રાહ્મણે જ્યોતિઃ શાસ્ત્રના વચનના અનુસાર વિવાહ લગ્ન સ્થિર કર્યું. ત્યાર પછી શુભ લગ્ન વિઘાધિરાજે અને મઘપંડિતે યથાવિધિ વર કન્યાનું વિવાહ કાર્ય સંપન્ન કર્યું. બંધુ વર્ગ, જુદા જુદા વિભૂષણે ભૂષિત થયેલા નવા પતિનું અને પૂર્વ સાંદર્ય જોઈ, અતિશય આનંદિત થયો. વિવાહ વિધિ થયા પછી શિવ ગુરૂએ ભાવિ યજ્ઞ સમૂહ સંપાદન કરવા સારૂ કૃતી ઋત્વિક લોકની સાથે ભળી પોતાના ઘેર ગાર્ડંપત્ય, આહવનીય, અને દક્ષિણ એવા નામના ત્રણ અગ્નિનું સ્થાપન કર્યું જે પુરૂષ વિવાહકાલે અન્યાધાન ન કરે.તે પુરૂષ ઉત્તર કાલે યજ્ઞાદિ કાર્યમાં અધિકારી થતો નથી. શિવગુરૂ જુદા જુદા યજ્ઞ કરવામાં શ્રાદ્ધ તર્પણ કરવામાં, અતિથિ સેવામાં, સત્પાત્ર ને દાન કરવામાં, પિતાને સમય કહાડવા લાગ્યા. પ્રતિદિન, વેદપાઠ, વેદાધ્યાપન પરોપકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust