________________ - શાંકરદશન. 175 વિના જગતું નથી તેથી જ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મજ જગત્નું કારણું. કારણની સત્તાના વ્યતિરેક કાર્યની સ્વતંત્ર સત્તા હોતી નથી. અને વળી કાર્યસત્તા વ્યતિરેકે પણ કારણત્વ અસંભવિત. ઘટાદિ રૂપ વા જગરૂપ કાર્ય ન હોય તે મૃતકાદિનું વા બ્રહ્મનું કારણત્વ હોય નહિ કાર્ય કરણ, પરસ્પર સાપેક્ષ છે–એટલે કે જ્યારે કઈને કોઈ કારણરૂપ જાણવું ત્યારે અવશ્ય કઈ કાંઈ કાર્ય પણ તેનું ધારવું. કાર્ય, કારણ વિના હોઈ શકે નહિ, કુંભાર કૃતિકા દ્વારા ઘટ વિગેરે કરી શકે, અહી કૃતિકાને ઉપા. દાન કારણ અને કુંભારને નિમિત કારણ કહે છે, નિમિતં કારણ સંબધે આર્યના આસ્તિક દર્શનમાં કાંઈ મત ભેદ નથી, કેઈક દર્શન શાસ્ત્રમાં નિમિત કારણ આત્મારૂપે યા પુરૂષ રૂપે કહેલ છે, કેઈક દશનમાં ઈશ્વર રૂપે કહે છે. અને કેઈક દશનમાં બ્રહ્મ રૂપે કહે છે, શાંકર દશનમાં બ્રહ્મ અભિન્ન નિમિતપાદાન કારણ છે ઉપાદાન કારણ ત્રણ પ્રકારનું છે, આરંભક કારણ પરિણામી કારણ અને વિવર્ત કારણ એ હતું નહિ અને થયું તેનું નામ આરંભક. જેમકે મૃતિકામાંથી ઘટની ઉત્પત્તિ. જે પૂવે એક અવસ્થામાં હતું, અને પછી બીજી અવસ્થાને પામ્યું. તેને પરિણામ કહે છે જેમ દુધ દહીં રૂપે પરિણામ પામે છે, અને જે વસ્તુ જે પ્રકારની ને હોય તે વસ્તુ તે પ્રકારની પ્રતિભાત થાય અથાત્ સ્વરૂપતઃ અવસ્થાંતર ન હોય તે પણ તેની અવસ્થાતરનું જ્ઞાન થાય તેને વિવ કહે છે, જેમ છીપમાં રૂપાને ભ્રમ, દેરડીમાં અને મરિચિમાં ઝાંઝવાના પાણીને ભ્રમ. - કૃતિકામાંથી જેમ ઘટની ઉત્પત્તિ હોય છે, સૂત્રમાંથી જેમ પટને આરંભ થાય છે, તેમ તૈયાયિક લેકના મતમાં પરમાણુસમૂ હિથી પૃથ્વી વિગેરે જગનો આરંભ હોઈ સૃષ્ટિ હોય છે મૃત્તિ : કામાં જેમ ઘટ વિદ્યમાન હાય નહિ તેમ પરમાણુમાં વ્યક્ત જગત્ વિદ્યમાન હોય નહિ, એ ઠેકાણે નૈયાયિક લોકો મૃત્તિકા થકી ઘટને પૃથક વસ્તુ અંગીકાર કરે છે, ઉત્પત્તિનો પૂર્વ ઉત્પત્તિ " P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust