________________ ભગવછંકરાચાય ચરિત. ત્યાર પછી એક ગાવિત પંડિત આવી બોલ્યા " ચતિવર ! તમે મારું પ્રામાણિક વાકય સાંભળે! યોગ થકી મુકિત થાય છે તે અમારા મત છે. .: મોક્ષાર્થી સન્યાસીએ, પવિત્ર ચિત્ત થઈ સુખાસને બેસવું અને ગ્રીવા તથા મસ્તક સમ ભાવે રાખી સઘળી ઇંદ્રિયોનો વિરોધ કરવો. ત્યારપછી જે હદયને પુંડરીક છે, વિરજ છે, વિશુદ્ધ છે, જે અશક છે, જે અચિંતનીય છે, જે અવ્યકત છે, જે અનંતરૂપ છે, શાંત છે, શિવ છે, આદિ, મધ્ય અને અંતવિહિન છે, વિભુ છે, ચિદાનંદ છે, તેનું ધ્યાન કરી મેને પામવાનું છે. વળી આગમમાં જે વિદ્યા અને પટ ચક્રના ભેદની કથા કહેલી છે તેનું પણ અનુષ્ઠાન કરવાનું છે, એટલે કે જેઓ મેક્ષાર્થી છે તે ઓએ અમારો પવિત્ર મત ગ્રહણ કરે છે શંકર, યોગવિદનાં વચને સાંભળી બોલ્યા " અરે ભેગવિદ્ ! તમારી વાતનું કોઈ ઠેકાણેથી પ્રમાણુ મળી આવતું નથી. જીવ અને ઈશ્વરમાં ભેદજ્ઞાન ન હોય તો યોગ થઈ શકે નહિ, જે આસામી, આત્માને સર્વભૂતમાં વર્તમાન અને સઘળી વસ્તુ આત્મામાં અવસ્થિત જુએ છે તે આસામી પરબ્રહ્મને પામે છે. બીજી કોઈ બાબતથી પરબ્રહ્મને પમાઈ શકાતું નથી. વેદમાં લખેલ છે કે શમ, : દમ, તિતિક્ષા વિગેરે ગુણ સંપન્ન થઈ આત્મામાં આત્મ દર્શન કરવું. ત્યાર પછી શ્રવણુ મનન, નિદિધ્યાસન, એવી ત્રણ પ્રકારની સાધનાધારા, ચિત્તભાવિન્ય ક્ષય પામવાથી વેદાંત શાસ્ત્રના શ્રવણનો અધિકારી થવું. વેદાંત શાસ્ત્રનું જ્ઞાન થવાથી સધળી વસ્તુને અર્થ નિશ્વય કરી શકાય અને બ્રહ્મજ્ઞાન થવાથી મુકત થવાય. - યોગવિદે, શંકરના વચને સાંભળી ફરી કહ્યું “યતિવર ! તમે અજ્ઞાનવશે એ સઘળી વાત બોલો છો, જે બ્રાહ્મણ ખેચરી મુદ્રા ન જણી “હું બ્રહ્મજ્ઞાનિ છું " એમ બોલે છે તેની જીહાને છેદ કરવાને કાયદો છે. જે બ્રાહ્મણ ગારક ન જાણું " થઇંદ્રશ્ન છે એ વાત બેલે છે તેની પણ જીહાને છેદ કરવાની વ્યવસ્થા છે. જે બ્રાહ્મણ અં ગુષ્ઠ માત્ર પુરૂષનું વાસ સ્થાન જાણે નહિ, અને “ચાંદ્રહ્માસ્મિ ' એ વાત બોલે તને પણ જીહાને છેદ કરવાનો વિધિ છે. કેવળ હઠયોગ જાણનાર યોગીઓ એ પરમ સનાતન બ્રહ્મને પામે છે. એટલે સઘળાઓએ યોગનું અવલંબન કરવું " શંકર, યોગીનાં વચન સાંભળી બોલવા લાગ્યા, “તમે જે બોલો છે તે કેવળ ગેરવ્યાજબી છે. કેવળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust