________________ જનનીની અંત્યેષ્ટિકિયા. માં મહાદેવની અષ્ટમૂર્તિનું વર્ણન કર્યું. કિંતુ જનની તેથી પણ સંતુષ્ટ થયાં નહિ. ફરીવાર તેણે બીજા કોઇ દેવનું વન કરવા ઇસારે કર્યો. જે ઉપ થી શંકરે જનનીની પાસે વિષ્ણુના વિષયમાં વર્ણન કર્યું. વિષ્ણુને મહિમા સાંભળી જનનું મુખ પ્રસન્ન થયું. તેણે હૃદયમાં માધવની મૂર્તિનું ચિંતન કરતાં દેહ ત્યાગ કર્યો. શંકર ભમતા વિહીન હોઈ કઈ પણ દુઃખ કે શોક કરવા લાગ્યા નહિ ત્યારે માતાની સમયોચિત, અંત્યેષ્ટિ ક્રિયા કરવા સારૂ જ્ઞાતિનાં અને બંધુના માણસે, શંકરે બે લાગ્યું. તેઓ શંકરના બોલાવવાથી આવ્યા, નહિ. તેઓ શંકરનો તિરસ્કાર કરી બોલવા લાગ્યા. “અરે શક્યત ! તારે શું એ કાર્યમાં અધિકાર છે, જે તું તારી માની અદિ ક્રિયા કરવા તત્પર છે ! શંકરાચાર્ય, તેઓના તિરસ્કારથી કાંઈ પણ દુઃખ ન પામ્યા. શંકરાચાર્યે ફરીવાર કહ્યું " મારો એ કાર્યમાં અધિકાર નથી તે સાચું. પણ હું તમારી સાથે આવું નહિ. તમે જનનીની મુખાગ્નિ ક્રિયા કરો | શંકરે વારંવાર પ્રાર્થના કરી કહ્યું, પણ તેઓ તેમ કરવા સમંત થયા નહિ. ત્યાર પછી શંકરને જોવામાં આવ્યું કે ઘરની પછવાડે ઘણું ખરાં કાષ્ટ શુષ્ક થઈ પડયાં છે તેણે એ સઘળા કા એકઠાં કર્યા. તેમાંથી અગિન મંથન કરી તે વડે જનનીની દાહ ક્રિયા કરી, અને જે જ્ઞાતિ વગે અને બંધુ વગર તેની અવમાનના કરી હતી તેઓને લક્ષ્ય કરી શંકરે અભિસંપાત આપ્યો જે " આ સઘળા બ્રાહણે વેદ બહિષ્કૃત થાશે. અને થતિઓ તેઓના ઘેર ભિક્ષા લેશે નહિ. " અને વળી આથી તેઓના ઘર આગળ સ્મશાનભૂમિ રાજશે, " શક ને અભિસંપાત વ્યર્થ અને ખોટો નીવડ્યો નહિ. હાલ પણ એ દેશવાસી બ્રાહ્મણો વેદનું અધ્યને કરતા નથી. તેઓના ઘેર યતિઓ ભિક્ષા લેતા નથી. અને તેઓના ઘરના આંગણામાં એક પડખે શબદાહ થાય છે અગર જો કે એવી રીતને અને " 1 પ્રથમ પૃષ્ટમાં ટિપણુમાં લખેલ છે કે ભગવાન શંકરાચાર્યના પિતામહ વિદ્યાધિરાજ નિબુઉરી બ્રાહ્મણના કુળમાં પેદા થયા હતા. દંક્ષિણાપંથનાં નિબુઉરી બ્રાહ્મણો અતિ દ્રઢતાથી કહે છે કે શંકરાચાર્ય તેઓના કુળમાં જગ્યા છે, પણ શંકરના અભિસંપાત વાક્યમાં અને નિબુલેરી બ્રાહ્મણના વર્તમાન વ્યવહારમાં સામંજય નથી. શાથી કે નિબુઉરી બ્રાંહ્મણો વેદ બહિષ્કત નથી. તેઓના ઘેર યતિઓ ભિક્ષા કરે છે કે નહિ તે કાંઈ કહી શકાતું નથી. પણ તેઓના આંગણાની એક પડખે સ્મશાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust