________________ જૈમિનિનાબકતમતી વ્યાખ્યા. 71 સાક્ષાતકાર થાય છે કે શિષ્ય, સંકરેના વિરહે એકાંત વિકલચિત વાળા થઈ ગુરૂનો ઉદ્દેશ કરી બોલવા લાગ્યા “ગુરો અમે આપના વિચ્છેદે બીલકુલા દુર્બળ પડી ગયા છીએ. કૃપા કરી જલદી આ ગરીબ શિષ્યોની નજરે પડે ! આપ અમારી માત્ર એક ગતિ છે; એથી હે કરૂણામય !'કરૂશું કરી આ આફતમાં પડેલા શિષ્યોની રક્ષા કરોપોતાના સહાધ્યાયએના એ રીતનાં શોકજનક વાકયો સાંભળી સનંદને કહ્યું. “બંધુઓ આપણી બહુ મૂખતા થઈ છે. હવે ખેદ કરવાથી શું થાય ? ચાલો આપણે. સઘળા અત્યંત ઉત્સાહથી ગુરૂદેવની શોધ કરીએ. ભૂમંડળ ઉપર અનેક રાજા છે આપણા ગુરૂદેવ કોઇક રાજના દેહમાં પેઠા હશે, તે જે દેશના રાજામાં 4રીરમાં પેઠા હશે, તે દેશ સ્વર્ગ કરતાં વધારે આબાદ થયો હશે. સનંદનની વાત સાંભળી સઘળાએ ખેદ કરવો છેડી દીધે, અને તેના ઉપદેશના અનુસારે. કેટલાક શિડ્યો ગુરૂદેવના દેહનું રક્ષણ કરવા રહ્યા. અને કેટલાક શિષ્ય ગુરૂદેવની શોધના માટે બહાર પડ્યા; તેઓ જુદા જુદા દેશે જુદા જુદા શહેરે અને જુદા જુદા ગામે ભટકયા. છેવટ અમરૂક રાજાના રાજ્યમાં આવી પહોંચ્યા. અને તે સ્થાનના લોકોના મુખથી સાંભળ્યું કે રાજ એકવાર મરણ પામી જીવતો થયો છે. તે વાત સાંભળી , તેઓના હૃદયને શોક દૂર થયો. શંકર, અમરૂક રાજાના ખોળીયામાં છે. એમ તેઓના ભણવામાં આવી ગયું. ત્યારપછી તેઓ ચિંતા કરવા લાગ્યા. કે સા ઉપાયે ગુરૂદેવની પાસે જવું? એમ તેઓએ જાણ્યું જે રાજા, સંગીત શાસ્ત્રમાં જે નિપુણ હોય છે તેના ઉપર અત્યંત પ્રીતિ રાખે છે. ત્યારપછી તેઓએ મોટી ચતુરાઇથી સંગીતશાસ્ત્રનું અનુશીલન કર્યું, અને સારા સંગીતશાસ્ત્ર જાણનારા શ્રેષ્ઠ રાજસભામાં આવી પહોંચ્યા. ત્યાં તેઓએ જોયું છે જેમ ચંદ્ર તારાઓથી પરિવેષ્ટિત થઈ શોભે છે તેમ ગુરૂદેવ અત્યંત ખુબસુરત સ્ત્રીઓથી પરિવેષ્ટિત થઈ શોભે છે. રાજાએ નવા આવેલા ગાયકોને સંગીત કરવાની આજ્ઞા આપી. શિષ્યોએ સુમધુર સ્વરે સંસાર મોહનાશક પરમાર્થ વિષચક સંગીત ગાવાનું શરૂ કર્યું. તેઓનું સંગીત સાંભળી રાજાને કાંઇકે. ચૈતન્યોદય થયો. રાજાએ આવેલા ગાયકોને આશ્વાસન આપી * વિદાય કર્યા. શંકરે જે નિયમે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો. તે નિયમ છે " રાજાના મરીમાંથી નીકળી. પોતાના અસલ દેહમાં પ્રવેશ કર્યો. શંકર જાગેલા માણસની જેમ ઉભા થઈ બેઠા. ઘણા દિવસે ગુરૂદેવનાં દર્શને થવાથી ઓિને આનંદની સીમા રહી નહિ. ત્યારપછી શંકર, સદન વગેરે શિષ્યની સાથે મંડનમિત્રના ઘેર આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust