________________ ( 14 ) વો અને એ આઘાતને માંડમાંડ સહન કરતો કુરબક પણ આખરે મૃત્યુની પાંખમાં સપડાયે. તે પછી કેટલેકે કાળ નીકળી ગયો ઉજ્જયિનીના રાજસિંહાસન ઉપર મહાસાહસિકશિરોમણી વિક્રમાદિત્યે પિતાનો અધિકાર જમાવ્યું. એના જેવો સાહસિક, નિય, પરાકમી અને પરદુઃખભંજન રાજા વિશ્વના ઈતિહાસમાં કઈ વિરલા જ હશે!તેણે પોતાના પરાક્રમથી અગ્નિતાલ જેવાને પણ વશીભૂત કરી લીધા. એ દાસાનુદાસ જેવા વૈતાલ સ્વયમેવ સંતુષ્ટ થઈને, અંબડનું દિવ્ય સિંહાસન તેમજ સુવર્ણપુરૂષ વિગેરે વિક્રમદિત્યની પાસે લાવી હાજર કરી દીધા. તેજ પ્રમાણે હરિશ્ચંદ્ર રાજાને ધનભંડાર તેમજ બીજી ઘણી ઘણી અદ્ભુત વસ્તુઓ પણ તેણે વિક્રમાદિત્યને ભેટ ધરી. વૈતાલની સહાયથી વિક્રમાદિત્યે અસંખ્ય દુ:ખીઓનાં દુઃખ, દદીઓનાં દર્દ અને કરજદારના કરજ ફેડી નાખ્યાં દિશાના અંત સુધી તેની કીર્તિ પુષ્પના પરાગની જેમ વહી નીકળી: વિકમ રાજાના પ્રતાપે ભારત–વસુંધરા ધન્ય બની ! લોકેએ પણ એ પ્રાતઃસ્મરણીય રાજાનું નામ અમર રાખવા તેના નામનો સંવત્સર પ્રવર્તાવ્યો કે જે આજે પણ એ રાજાના પરોપકાર, સાહસ, વીરતા અને ઉદારતાને ભેરીનાદ ગજવી રહ્યો છે. એ વિક્રમાદિત્ય રાજા પણ કાળક્રમે મૃત્યુ પામી દેવલોક ગયે. છતાં તેનુ અમર અને પંવિત્ર નામ તે આજે પણ હજારો જીહા ઉચારી રહી છે. ધન્ય એ જીવન! અને ધન્ય એ મૃત્યું ! : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust