________________ (144) હું પ્રત્યક્ષરૂપે જોઈ રહ્યો ! મને મારી માતાના દર્શનથી નવાઈ નીપજે એ સ્વાભાવિક જ હતું. મેં પ્રશ્ન કર્યો:–“હે માતા? તમે અહીં શી રીતે આવ્યાં ?" માતાએ ઉત્તર આપે:-“હે વત્સ! અમે બધી જ સ્ત્રીઓ મરીને વ્યંતરરૂપે અહીં ઉત્પન્ન થયાં છીએ. તારા પિતાના દિવ્ય સિંહાસનને વિષે જ પાંચાલિકા રૂપે વસીએ છીએ. પણ હું તને જે ખાસ વાત કહેવા આવી છું તે તો જૂદીજ છે. મારી તો તને એજ સલાહ છે કે તું આ ભંડાર ખેલવાનો વ્યર્થ પ્રયત્ન ન કરીશ. તારા ભાગ્યમાં જ લક્ષમી નથી, બેટા ! એક માતાના સ્નેહ વડે પ્રેરાઈ સાચી સલાહ આપવા હું તારી સમક્ષ આવી ઉભી રહી છું. તારી જગ્યાએ જે બીજે કોઈ હોત તો અમે તેને ક્યારનોય રંજાડીને નસાડી દીધો હોત.” " એટલું કહીને મારી માતા અદશ્ય થઈ ગઈ. મને પણ ખાત્રી થઈ કે જે ભાગ્યમાં જ વૈભવ ન લખ્યું હોય તે પછી નાહકને પરિશ્રમ શાસારું કરવા જોઈએ ? બહુજ વિચાર કરતાં મને લાગ્યું કે જે હું કોઈ એક ભાગ્યશાળી પુરૂષને મોખરે રાખી, આ સાહસ કરૂં તો કદાચ એ પુરૂષના પુયપસાથે થોડું ઘણું ધન મેળવી શકું. એટલા માટે જે તે રાજા! આજે હું આપની હજુરમાં હાજર થયે છું, અને એજ હેતુથી મેં મારા પિતાના જીવન પ્રસંગે આટલા વિરતારથી આપની પાસે નિવેદન કર્યા છે. આ . રાજાને કુરૂબકના આ વૃતાંતમાં કૃત્રિમતા કે શંકા જેવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust