________________ IIIIII આચાર્યશ્રીના સ્વર્ગગમન પછી વિરહયોગે કેટલાંક વિરહના ગાયને તથા જયંતિ ઉજવવાના પ્રસંગે સંવાદરૂપે જીવનચરિત્ર પણ આલેખેલ છે. આશા છે કે વાંચકે અથથી ઇતિ સુધી ચરિત્ર વાંચી યથાશકિત સાર ગ્રહણ કરી સ્વજીવન ઉજમાળ બનાવશે. - આચાર્યશ્રીનું શાંતમય જીવન, સેવાભાવ અને જૈન સમાજ પરત્વે તેમની લાગણી સર્વત્ર સુપ્રતિદ્ધ છે. આ પુસ્તકમાં માત્ર તેમનું સંક્ષિપ્ત જીવન હોઈ જેમ બને તેમ ટુંકાણમાં સર્વ હકીકત તથા પ્રસંગે જણાવ્યા છે, તેમના જીવનને વિસ્તૃત સ્વરૂપમાં આલેખવા માટે બ્રહદ્ ચરિત્ર લખવાની ચેજના ચાલુ છે. જે લખાઈ રહ્યાથી છપાવી પ્રસિદ્ધ કરવામાં આવશે. આચાર્યશ્રીના પરિચયમાં આવેલા ભાઈઓ તે સંબંધેનું કઈ લેખ સારા રૂપમાં લખી મોકલશે તો તે સ્વીકારવામાં આવશે અને એગ્ય જણાશે તે લેવામાં આવશે. ' છેવટે હંમબુદ્ધિથી ચરિત્ર વાંચી તે ઉપર વિચાર કરી વાંચકવર્ગ સાર ગ્રહણ કરશે તે લેખકને પ્રયત્ન સફળ થય ગણાશે. રફૂપુ વિમ્ વદુના લી૦. . શ્રી વિજયકમળકેશર ગ્રંથમાળાના વ્યવસ્થાપકો * P:P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust