________________ (13) માં ઘણા માણસે “ધર્મ” જાણ્યા છતાં તેને ન આદરતાં મનવ્યભવનું કેડીનું મૂલ્ય કરી બેસે છે, એ ખરેખર શોચનિય છે. ચકવર્તિ સમો રાજા હોય, પણ તે ધર્મરહિત હોય તો તેના કરતા ગરીબ કે જે ધર્મમાં રક્ત હોય તે હજાર દરજજે શ્રેષ્ઠ ગણી શકાય. એવું આપણું ધર્મનું મહત્વ સર્વત્ર સિદ્ધ થયું છે. એક માણસ ઘરમાં ધમી હોય, સચારિત્રવાન અને સંસ્કારી હોય તો તેના ઘરનાં બધાં માણસે તેમજ છેયાંછોકરાંઓ ઉપર પણ ધાર્મિકતાની અસર થાય છે અને સુસંસ્કાર, ખીલી નીકળે છે. ધર્મ પ્રતે પ્રેમ. માધવજીભાઈને ધર્મ પ્રત્યે ઘણોજ સાંજે પ્રેમ હતે. હમેશાં પ્રભુપૂજા, સવારમાં પોરસી પચ્ચખાણ, સાંજે ચાવીહાર, સામાયિક–પ્રતિકમણ આટલું તો તેમના જીવનમાં કાયમ મુખ્ય હતું. તદુપરાંત તિથિના ઉપવાસ, ચેત્રી તથા આ માસની ઓળી, પર્યુષણ પર્વમાં આઠ-દશ-પંદર-સોળ સુધી ઉપવાસ કરવા અને સાધુસંતોની સેવા તથા આતિથ્યમાં ખડા રહેતા. બહેન લમીબહેન પણ પોતાના પતિના પગલે ચાલી ગૃહકાર્ય સાથે ધર્મકાર્યમાં સારી શ્રદ્ધા રાખી કદી કઈ ધર્મ કિવા છોડતા નહિં. ધર્મનું ફળ અજબ છે, ધર્મ આચરણના પ્રતાપે જ તેમનું ગુજરાન સારી રીતે ચાલતું હતું. ન કર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust