________________ (11) સુવર્ણ વાકયો. - શ્રી વ્રજવિનોદ-આત્મ સંશોધન આ. ભ. શ્રી વિજયકેશરસૂરીશ્વરજીના ગ્રંથમાંથી ઉદ્ભૂત કરનાર– શા, વ્રજલાલ માધવજી. આચાર્ય મહારાજશ્રીના સંસારી પક્ષના નાનાભાઈ શ્રી વૃજલાલ માધવજીએ હસબુદ્ધિથી મહારાજશ્રીના બધા ગ્રંથમાંથી તારવીને સુંદર રૂપમાં ગુંચ્યા છે, જે વાંચતાં અંતકરણમાં પવિત્રતાનો સંચાર થાય છે, હદયમાં જ્ઞાનનો નિર્મળ પ્રકાશ પ્રગટે છે અને આત્મા પ્રફુલ્લિત થાય છે. સૂત્રે ટુંકા હોય પણ તેનો ભાવાર્થ અતિ વિસ્તૃત હોય છે. એક એક સૂત્ર જે અમલમાં મૂકવામાં આવે તે જીવનમાં નવજીવન-નવચેતનની ઝાંખી થાય છે અને સસ્પંથે પ્રયાણ કરી શકાય છે. પ્રાત:કાળમાં જ્યારે સર્વત્ર શાંતિ હોય છે અને આપણું મન પણ શાંત હોય છે ત્યારે તેનું વાંચન, મનન અને નિદિધ્યાસન કરવું તેથી હૃદયમાં ઉંડી છાપ પાડે છે, અને આત્મજ્ઞાન-આત્મશક્તિ ના ભૂખ જગાડે છે. માનવ-દેહ મળેલ તેનું સાથેકય કરવા ન ચુકવું હોય તો તેમના વિચારે વાંચે, હૃદયમાં ઉતારે, અમલમાં મુકે અને તમને પ્રતીતિ થશે કે તેઓશ્રીના વિચારરત્નોએ જીવનમાં આબેહુબ અસર ઉપજાવી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust