________________ == == = = શ્રી ઉરાથન મહારાજાના પ્રતિ સાથે ક્ષામણ, (81). અત્યારે પણ વિદ્યમાન છે. ત્યાં ઉદાયને ચંડપ્રદ્યોતને ભેજનાદિથી સર્વદા સારો સત્કાર કર્યો. એમ વર્ષાકાળ સુખે નિર્ગમન કરતાં, જાણે ચંડપ્રદ્યોતના સપુણ્યને લીધેજ હોયની એમ પર્યુષણ પર્વ આવ્યાં. પર્યુષણ પર્વ આવ્યા એટલે શ્રાવક શિરોમણિ ઉદાયને રાજાએ ઉપવાસનાં પચ્ચખાણ કર્યા. કેમકે એક ઉતરતામાં ઉતરતો શ્રાવક પણ એ દિવસે કંઈક પણ પચ્ચખાણ કર્યા વિના રહેતો નથી. પછી રાઈએ ચંડપ્રદ્યોતને જઈ પૂછયું–મહારાજ, તમે આજે ભેજન લેશે કે કેમ? એનું એવું વચન સાંભળીને એને તે ત્રાસ છુટ. કારણ કે શત્રુના સ્વાધીનમાં રહેલાઓને પદે પદે ભયનું કારણ રહે છે. પણ એણે તો “આજે આ મને પુછવા આવ્યો છે એનું કંઈ સારું પરિણામ લાગતું નથી. વધ કરનારાઓ જેવું પશુંનું કરે છે એવું કદાચિત્ એ મારું કરશે. નીશ્ચયે દાઝયા ઉપર ડામ જેવો એ મારો ઉપહાસ કરે છે " એમ ચિન્તવીને ઉત્તર આપો કે " આજે તું મને પુછવા આવ્યા છે તો શું આજે કંઇ વિશેષ છે ? નિત્યના કાર્યમાં આવી અન્યથા પૃચ્છા શી ?" રઈઆએ એ સાંભળી કહ્યું–આજે પર્યુષણ પર્વ છે માટે અમારા રાજાને અને અન્તઃપુર તથા સર્વ પરિવાર સુદ્ધાને ઉપવાસ છે માટે તમને પૂછ્યું છે. હે રાજન, જે તમે જમવાના હો તે તમારે માટે રસોઈ કરું. કારણ કે જેવા અમારા સ્વામી એવા જ તમે અમારા મનથી અમારા સ્વામી છે. એ સાંભળીને એને શંકા થઈ કે કદાચિત્ હું એકલો જમનારે હોઉં ને મને આ લેકે વિષ આપે તો શું થાય ? એમને અપર માતા સંબંધી નેહ સારી રીતે જાણું છું. આમ ચિન્તા થવાથી એણે રયાને ઉત્તર આપે ભલા માણસ, બહુ સુંદર થયું કે તે મને આ પર્વનું સ્મરણ કરાવ્યું. અમે પણ પૂર્વે આ પર્વ દિવસે ઉપવાસ કરતા. પણ અત્યારે ધ્યાન ન રહ્યું કારણ કે ધર્મ સુખી માણસેના ચિત્તમાં જ હોય છે. મારા માતપિતા શ્રાવક ધર્મ પાળતા. તો હુંયે આજે ઉપવાસ કરીશ. આ હકીક્ત જઈઆએ જઈને ઉદાયન રાજાને નિવેદન કરી ઉદાયને તે હાસ્યપૂર્વક કહ્યુ-પ્રદ્યોત વળી ક્યારને શ્રાવક! વ્રત P.P. Ac. Gunratnasuri M. Jun Gun Aaradhak Trust