________________ (80) શ્રી અભય કુમાર મંત્રીશ્વર જીવન ચરિત્ર.. એને લેવા જાય છે ત્યાં શાશ્વતીની જેમ એ ઉપાડીશું નહી–ચાલી જ નહીં. એટલે વિશેષ પ્રકારે પૂજા કરી અંજળી જોડી વિજ્ઞાપના કરી. કેમકે દેવો પ્રત્યે વિજ્ઞાપના જ હોય. (વિજ્ઞાપના શિવાય) કોઈ અન્ય લાભ હાય નહીં. એણે કહ્યું–હે સ્વામિન! મેં આ સર્વ કર્યું તે તમારે માટે જ–તમને મારે ત્યાં લઈ જવા માટે જ કર્યું છે. કેમકે ખોવાઈ ગયેલું ચિતારત્ન પુન: હસ્તગત કરવા માટે કોણ પ્રયત્ન નથી કરતું? હે જિનેન્દ્ર, તમે હવે મારા દેશમાં પાછા આવતા નથી તે શું તમે મને ભાગ્યહીન જોયો કે મારામાં ભક્તિ ન ભાળી? એના ઉત્તરમાં એના અધિષ્ઠાયક દેવે કહ્યું–હે નરેન્દ્ર, તું વિષાદ ન પામ. તારું નગર ભવિષ્યમાં રેતીના મેદાનરૂપ થઈ જવાનું છે તેથી જે હું ત્યાં આવવાની ના કહું છું. અધિષ્ઠાયકદેવતા જેમને હોય છે એવા જિનબિ અને અન્ય બિમ્બ વચ્ચે આ પ્રકારનું અન્તર હોય છે. હે રાજન, તારા જે શ્રાવક શિરેમણિ તો ભાગ્યવાનું જ છે કારણ કે દેવાધિદેવને વિષે તારી આવી અનુપમ ભક્તિ છે. અધિષ્ઠાયક દેવતાની એવી વાણી સાંભળ્યા પછી તે નિરૂપાય બની વિષાદ ત્યજી પ્રતિમાને વન્દન કરી, પોતાનું કાર્ય સિદ્ધ થયું નહીં તોયે, રાજા પોતાની રાજ્યધાની તરફ પાછો ચાલી નીકળ્યો. પણ બન્દિવાન કરેલા ચંડપ્રદ્યોતને સાથે લઈ પ્રયાણ કરતાં માર્ગ કાપતાં જાણે એના રેષાગ્નિને શાન્ત કરવા માટે જ વર્ષોત્રાબેસી | ગઈ. “અરે પૃથ્વી, તારે સ્વામી તે બન્ધનમાં પડે, છતાં તું રસાતળ કેમ નથી જતી એમ કહે તો હાયની એમ વર્ષાદ એ - પૃથ્વીને પોતાની સ્થળ ધારા વડે ભેદવા લાગ્યો. મેઘ સતત એક ધારે વરસવા માંડયો એટલે કુતીર્થિકના પંથની જેમ માર્ગો સર્વે - પંકિલ થઈ ગયા. એટલે રાજા ઉદાયનને પડાવ નાંખીને માર્ગમાં જ રહેવું પડયું. એના સપક્ષી દશ મુકુટધારી રાઓ પણ અહીં સાથે જ હતા એ એનું ધુળનો કોટ બનાવીને રક્ષણ કરવા લાગ્યા. ત્યાં રહ્યા એટલે એ સ્થળ એક નગર થઈ રહ્યું અને દશ રાજાઓએ ઉભું કર્યું માટે દશપુર” (મંદસોરનામથી પ્રસિદ્ધ થઈ