SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ (78) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, અમારે તો બહુ બહુ વખતથી ઈએલ આ યુદ્ધ પ્રસંગ વિદ્વાનોને યાત્રાના ઉત્સવની જેમ માંડમાંડ પ્રાપ્ત થયો હતો એ યુદ્ધનો નિષેધ કરાવીને અમારા રાજાના દુષ્ટ અવળા સલાહકારે તે અમારું સર્વસ્વ, અરે, અમારું જીવિતવ્ય પણ હરી લીધું છે. હવે અમારા રાજને આ ચંડપ્રદ્યોત જે શત્રુ કોણ ઉત્પન્ન થશે કે જેની સાથે યુદ્ધ કરીને અમે અમારા મરથ પૂર્ણ કરી શકીશું? અમારે આયુધાભ્યાસ, અમારું શસ્ત્રધારણ અને અમારું ભુજબળ એ સર્વ વાનાં સ્થળને વિષે કમળ ઉગાવવાના પ્રયત્નની જેમ વૃથા નિષ્ફળ થતાં જોઈ અમને બહુ ખેદ થાય છે ! અમે અમારા માલિનું અન્ન અણહકનું ખાધું ઠરે છે. અમારો અહિં ઉપગન થયે તે હવે ક્યાં થશે ? આવા આવા ચિન્તવન–વિચાર કરવાપૂર્વક નિ:શ્વાસ મૂકતા અને વીલે મોંએ એઓ રણક્ષેત્રમાંથી પાછા વળ્યા. પણ બીજું કરે ચે શું? સેવકોએ સ્વામીને આધીન રહેવું જ એ વખતે ચંડપ્રદ્યોતરાજાએ પણ પ્રતીહારદ્વારા કહેવરાવીને પિતાના સર્વ સિનિકને યુદ્ધને આરંભ કરતા નિવાર્યા. બીજે દિવસે ઉઠીને સ્નાન કરી શુદ્ધથઈ ઉદાયનરાજાએ સુગંધિ દિવ્ય-પુષ્પ વગેરેથી જિનબિાની પૂજા કરી, વજથી પણ ન ભેદી શકાય એવું દુર્ભેદ્ય કવચ અંગપર પહેરી લીધું અને પોતે જોકે અખિલ જગતનું રક્ષણ કરવાને સમર્થ હતો છતાં, પોતાના મસ્તકના રક્ષણાર્થે શિર રક્ષક એટલે ટપ ધારણ કર્યો. વળી પીઠે વિવિધ શરેથી ભરેલાં બે ભાથાં બાંધી લીધાં અને બળવંત વામણુજામાં દંડ ગ્રહણ કર્યો. આમ સજજ થઈ રથમાં બેસી, બન્દિજનોનાં નરપતિ, તું સુખી રહે તારે વિજય થાઓ એવાં મંગળિકસૂચક આશીર્વચને શ્રવણ કરતો કરતો પ્રભાતસમયે જ રણક્ષેત્રને વિષે આવી ઉભારહ્યો. કેમકે સત્પરૂ સર્વદા પિતાનું વચન પાળેજ છે. પણ ચંડપ્રદ્યોત તો એને રથમાં બેસી આવતો જોઈ, એ રથારૂઢ થવાથી પરાજિત થે મુશ્કેલ છે એમ ધારી પતે અનિલવેગ હસ્તીપર બેસીને ત્યાં આવ્યો. એવા નિષેધેલા વાહનપર આરૂઢ થયેલા એ ચંડપ્રદ્યોતને ઉદાયને તત્કૃણુ કહી વાળ્યું કે જે P.P. Ac. Gunratnasuri M.S. JunGun Aaradhak Trust
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy