________________ શ્રી ઉદાયના મહારાજા અને ચંડપ્રદ્યોતનું યુદ્ધ. ( 77; ) દર્શાવતા, પસંદગી પ્રમાણેના હરિફ પ્લાઓ સાથે એમના નામ: લઈલઈને, યુદ્ધ કરવા સામસામા આવ્યા; એવામાં અસાધારણ કરૂણામૃતના સાગર એવા સિલ્વદેશપતિ ઉદાયન રાજાએ ક્ષણવાર ચુદ્ધ બન્ધ રખાવી, પોતાના એક કુશળતને સત્વર ચંડપ્રદ્યોત રાજાની પાસે મોકલ્યા. એ દૂતે જઈ પોતાના સ્વામીનું કહેલું, એને કહી સંભળાવ્યું. “હે બળવાન નરપતિ, જેમ પ્રાણુઓને અને એમનાં કર્મોને છે એમ વૈર તે માટે અને તારે છે. તેઓ આ દાવાનળ યુદ્ધથી. અન્ય નિરપરાધી માનવીઓને શા માટે સંહાર થવા દે? મમત્ત સાંઢ પરસ્પર અફળાય-ઝટકાય ભલે, પણ એને લીધે વૃક્ષે કચચરઘાણ શા માટે થવા દે? માટે હે રાજન, પ્રભાતે આપણે બે જ એકાકી યુદ્ધમાં ઉતરીએ. તે વખતે જેને વિજય થાય એને પરાક્રમસૂચક તિલક કરી, પરાજય પામેલાએ સન્માન આપવું. વળી આપણે એ યુદ્ધ રણક્ષેત્રમાં ફક્ત રથમાં બેઠાં બેઠાં જ કરવું.” ચંડપ્રદ્યોતે પણ દૂતનું એ કહેણું માન્ય રાખ્યું. : - આમ ઉભય પ્રતિપક્ષીઓ પરસ્પર સંમત થવાથી, એમનામાંના એક-ઉદાયને સદ્ય પ્રતીહારદ્વારા પિતાના સૈનિકને યુદ્ધ શરૂ કરતાં બંધ રાખ્યા. એટલામાં તે સમસ્ત વૃત્તાન્ત સર્વત્ર પ્રસરી ગયો. ઉભય રાજાઓ પરસ્પર દંદયુદ્ધ કરશે એ વાત સર્વેએ સાંભળી. અને સે કઈ વળતા દિવસનું સિંહયુદ્ધ જેવાને તલપાપડ થઈ રહ્યા, પ્રતીહારના કહેવાથી રથ, અશ્વ અને ગજરાજ વગેરે સર્વ રણક્ષેત્રમાંથી પાછા ફર્યા. કૃષણના દ્રવ્યની જેમ તલવારો કેશાધીન થઈ, પુસ્તકોના પાનાંની જેમ, ભાલાંઓ બંધાઈ ગયાં, પ્રત્યંચા પરથી " ધનુષ્ય અને ધનુષ્ય થકી તીર ઉતારી જાણે ખાલી રાડાં હોય એમ ભાથામાં ભરી લેવામાં આવ્યાં, અને મુગો પણ હેઠે મૂકાઈ ગયા. પરંતુ રાજા–ઉદાયનના તે તે સુભટને તે આમ બનવાથી જાણે વજન પ્રહાર થય હાયની એમ થયું. એ એ વિચારમાં પડયા કે એવો કેણુ શત્રુ અત્યારે આવી સલાહ કરાવવા માટે નીકળી આવ્યા ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust