________________ થ્રીપુષ્પરાત્પત્તિ, . (73) તથા આમળાંનાં ફળ કે અન્ય મળી આવી એવી હરકે ઠંડી વસ્તુઓ મુખમાં નાખવા લાગ્યા. જળ નહિં મળવાથી દીન જેવા બની ગયેલા સકળ સૈન્ય જીવનની આશા પણ છેડી, કારણ કે જળ હોય તો જ જીવન છે. પણ એટલામાં તે રાજાએ, પ્રભાવતી જે અત્યારે દેવતા સ્વરૂપે સ્વર્ગમાં હતી એનું સ્મરણ કર્યું. કારણ કે પ્રાણ કઠે આવ્યા હોય ત્યારે સંજીવની જ સોધવી પડે છે. એ દેવતા પણ મરણમાત્રથી જ રાજાની સમક્ષ આવીને ઉપસ્થિત થયે; વશ કરેલું ચેટક-મૂતપ્રેત જેમ સિદ્ધપુરૂષની સમક્ષ આવી ખડું થાય છે એમ આવીને દેવતાએ તક્ષણ ત્રણ હેટાં પુષ્કર જળથી ભરી દીધાં અને સાથે ત્રિભુવનને કીર્તિથી ભરી દીધું. વાવે ભરાઈ ગઈ એટલે સૈનિકે તૃપ્તિપૂર્ણ જળપાન કરીને સુખી થયા. કહ્યું છે કે જેમ પ્રાણુના દુર્ભાગ્યની સીમાં નથી તેમ એના ભાગ્યની પણ સીમા નથી. આ પ્રમાણે દેવતાએ રાજાને વિપત્તિથી પાર ઉતાર્યો અથવા તે એને ભવિષ્યમાં ભાવ-પત્તિથી પણ નિસ્તાર કરનાર એજ છે. આમ એનું કાર્ય સિદ્ધ કરી દઈને તક્ષણ દેવતા અન્તર્ધાન થયે. અથવા તે દેવહદયથી ઉત્પન્ન થયેલ પ્રકાશ પ્રકટ રહે પણ કેટલો વખત પછી, બળ જેનું વૃદ્ધિ પામ્યું છે એવા આ ઉદાયન રાજાએ આગળ પ્રયાણ કર્યું. અથવા તે સત્પરૂએ કદિ પાછાં પગલાં કર્યો સાંભળ્યાં છે? એમ કરતાં જ્યારે પ્રદ્યતન રાજાના દેશના સીમાડામાં ઉદાયને પ્રવેશ કર્યો ત્યારે ભયને લીધે. ભાણેભાણું અથડાઈ કુટવા લાગ્યા અને લોકોએ જ્યારે જોયું કે શત્રુનું સૈન્ય આવી પહોંચ્યું છે ત્યારે તે હવે આપણું શું થશે એનીજ ચિતા કરવા લાગ્યા. વળી વાહને મેઘાં થઈ ગયા, ખોરાકિ આદિની વસ્તુઓનું પણ બહુ મૂલ્ય બેસવા લાગ્યું, સમગ્ર વસ્તુઓની અછત થઈ પડી. ઉદાયન રાજા તે સર્વ પ્રજાનું પોતાની પ્રજા સંતતિની જેમ પાલન કરવું જોઈએ એવી ન્યાયદષ્ટિ રાખી દેશને લેશ પણ ઉપદ્રવ કર્યા વિના શત્રુ-ચંડપ્રદ્યોત–ની રાજ્યધાની P.P.Ac Gunratnasuri રીકે Badharbour