________________ ( 7 ) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. રિપુના સૈન્યને સંહાર કરવાને માટે જાણે એની સંખ્યા કેટલી છે એની ગણત્રી કાઢત હાયની એમ પોતાના બેઊકર પીસવા લાગ્યો. એક પૃથ્વીસિંહ નામને સુભટ તે ક્રોધમાં પૃથ્વીને પાદ પ્રહાર કરવા લાગ્યો, એમ કે તે અદ્યાપિ મારા શત્રુઓને તારા ઉસંગમાં કેમ રાખી બેઠી છે? એક કર્ણ નામને ચોદ્ધો પુનઃ પુન: મસ્તક ધુણાવવા લાગ્યો તે જાણે એટલા માટે કે હજુ સુધી શત્રુ પર વિજય મેળવવા માટે જવામાં કેમ વિલમ્બ કરાય છે. શત્રુ કયાં છે, મારી નજરે પાડો કે જેથી હું એને શિક્ષા કરું એમ એક ચતુર્ભુજ નામને મલ્લ ચેદિશ દ્રષ્ટિ ફેરવવા લાગ્યું. આ પ્રમાણે સભામાં સર્વત્ર સંભ થઈ રહ્યો એ જોઇને પૃથ્વીપતિ ઉદાયન રાજાએ સર્વેને સંબોધીને કહ્યું-તમે શાંત, થાઓ. તમારી સર્વની ઈચ્છા અનુસાર વર્તન કરીશું. એમ કહીને સદ્ય એણે આદેશ કર્યો. એટલે એવા કાર્યમાં હતા એ માણસ એ તક્ષણ એટલા બળથી એ ડંકે વગાડ કે પૃથ્વીતળની સાથે રિપુના હૃદય પણ કપાયમાન થયાં અને એના નાદથી સર્વે દિશાઓ પૂરાઈ ગઈ. - ભેરીને નાદ સાંભળીને મહાવતે અત્યન્ત હર્ષ સહિત જ, ગમ પર્વતે હેયની એવા હસ્તીઓને તૈયાર કરવા લાગ્યા. દ્રઢ અપાંગવાળા અશ્વારે વળી સિધુ-કેકાણું-વાલિક આદિ દેશની ઉત્પત્તિના અને સજ્જ કરવા લાગ્યા. રથિકે સુદ્ધ જંગમ દેવનિવાસ હોયની એવા વજા અને કળશવાળા પોતાના રને તૈયાર કરીને માર્ગને વિષે લાવી રાખવા લાગ્યા. આટલા દિવસ અમારા સ્વામીનું અન્ન ખાઈને અમે હવે જ એને સારી રીતે બદલો વાળી આપીશું એમ ઉત્સાહપૂર્વક કહેતા હોય એમ ધનુષ્ય ભાણ–ખરા આદિ શસ્ત્રોથી સજજ થયેલા પદાતિ-પાયદળના સૈનિકે હર્ષમાં આવી જઈ પુનઃ પુનઃ નાચવા કુદવા લાગ્યા. પછી જેતિકશાસ્ત્રના જાણુ એવા દેવજ્ઞ પંડિતાએ આપેલા ઉત્તમ લગ્ન, મહાવત નરેશ્વરને માટે સજજ કરેલ પદ્મહસ્તી નિયુક્ત સ્થળે લઈ આવવા ગયે તેજ ક્ષણે એ અતિશય મદમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust