________________ - - ( 68), શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. મેં અનેક દર્જય રાજાઓને પણ વશ કર્યા છે એ વાત શું તારા સ્વામી નથી જાણતા કે વારંવાર સામર્થ્યની વાત કયો કરે છે? એ સાંભળીને માલવપતિની પાસે ઉદાયન રાજાના તે પણ અત્યન્ત તીક્ષણ તીક્ષણ શબ્દ બાણને પ્રહાર કર્યો. કેમકે સભા વચ્ચે નાચવા નીકળવું ત્યાં બુરખો નાખી ઑાં શું છુપાવવું? એણે કહ્યું–હે ભૂપતિ, એ વાત સત્ય છે કે મારા રાજાએ આપને દાસી નથી આપી. પણ એ એક સત્ય વાતની સાથે આ એક બીજી પણ સત્ય વાત છે કે (એણે તમને દાસી નથી આપી તે) હવે તમને દાસ્ય આપશે. તમારી પાસેથી એ મહાબળ. રાજા બળપૂર્વક પ્રતિમા પાછી લેશે. હસ્તીના કુંભસ્થળમાં રહેલાં એવાં મુક્તાફળ પણ શું કેસરિસિંહ બહાર નથી કાઢી શકતો ?' વળી તમે સર્વ વસ્તુ ખર્શને જ વશવતી છે” એવું જે કહ્યું તે તે અમે સવિશેષ પ્રમાણ કરીએ છીએ, પરંતુ ખØ તે મારા રાજાનુંજ, અન્યનાં તે લેખંડના ખંડ-ટુકડા માત્રજ. એ સિવાય તમે જે ભુજદંડના સામર્થ્યની વાત કરી એ હવે ( યુદ્ધમાં) જણાશે. “કેણ શુરે ને કોણ નહિં એની પરીક્ષા તો રણક્ષેત્રમાં જ થાય છે. વળી ધુંધુમાર આદિ રાજાઓએ જે તારે માથે વીતક વિતાડી છે તે મારે રાજા જાણે છે. માટે હવે મૌન રહે. તમારું સર્વ પરાક્રમ જાણ્યું. હવે બહુ આડમ્બર રહેવા દ્યો. કારણ કે બાંધી મૂઠી લાખની. હે રાજન, જે મારું વચન અસત્ય નીવડે તે હું સત્ય- . મેવ શ્વાનપાળેને ઉછેરાયેલે ખરે. પરંતુ તમારું વચન અસત્ય નીવડે તો તે તમે પણ તમને કંઈ કહેવાય નહિં. આટલું આટલું કહેતા છતાં તમે મારું વચન માનતા નથી, પણ એમાં કાંઈ આશ્ચર્ય નથી: પાકે ઘડે કયાંય કાંઠા ચઢતા નથી. - દૂતનાં આવાં આવાં અપમાનકારક વચનેએ તે અવન્તીપતિના ચિત્તમાં ધમધમી રહેલે ક્રોધાગ્નિ પ્રજવલિત કર્યો. એથી આક્રોશ સહિત કહ્યું–અરે દુરાચારી દૂત, જા, તારા રાજાને કહેહું પ્રતિમા નથી આપતા; ને સંગ્રામ માટે સજ છું.' તે દૂતચીઠ્ઠીને ચાકર, એટલે તને જવા દઉં છું. નહિંતર તને શિક્ષા .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust