________________ ( 6 ) શ્રી અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર અને એને સ્થાને આ નવી પ્રતિમા મૂકી દીધી પછી ચંડપ્રદ્યોતન રાજા પણ ધર્મ અને કામની જોડી હાયની એવી એ પ્રતિમા અને દેવદત્તા–ઉભયને હસ્તીપર બેસારી પોતાની રાજધાની પ્રત્યે પાછા આવ્યા. ત્યાં એ ચેટિકા-દેવદત્તા પ્રભાવતીની જેટલી જ ભક્તિસહિત પ્રતિમાની ધૂપ-પુષ્પ-ફળ વગેરેથી પૂજા-અર્ચા કરવા લાગી. પાછળ “વિતભય” નગરમાં ઉદાયન રાજા પ્રભાતે સ્નાન વિલેપન આદિ કરી શ્રેષ્ઠ અખંડ ઉજવળ વસ્ત્ર પહેરી દેવગૃહમાં દેવાધિદેવની પૂજા કરવા ગયો. ત્યાં એણે, પ્રતિમા પર ચઢાવેલા પુ-પુષ્પમાળાઓ આદિ જે નિરન્તર અશ્લાન–કરમાયા વિનાના તાજાં જ રહેતાં એ, આજે દોષિત મનુષ્યના મુખની જેવાં પ્લાન કરમાઈ ગયેલાં–જોયાં. એટલે એ “હા! આ શું થયું” એમ ખેદ કરતો વિચારમાં પડે કે આ એ પ્રતિમા નથી. આ તો એનાથી વિલક્ષણ પ્રકારની છે. રાજા સા નિ યથા દૂન પાક્ષિા | 20 || - વળી પિતાનુંજ ધન માનીને નિધિની જેમ પ્રતિમાનું પડખું છોડતી જ નહોતી એ દેવદત્તા ચેટી પણ અહિં દેખાતી નથી. હસ્તીઓને હવે મદ જતે ર જણાય છે અને એ સાધુની જેમ વિરક્ત થઈ ગયા હોય એમ લાગે છે એટલે અનિલગ હસ્તીજ અહિં સુધી આવ્યે. અને એની સહાયથી માલવપતિ ચંડપ્રોતન પ્રતિમાં અને દાસી બેઊને લઈ ગયો છે. સ્ત્રીઓનું ચેરીથી હરણ કરી લઈ જવાને એને જ અભ્યાસ છે. કલપના અને અનુમાનથી સત્ય જાણું લઈ ઉદાયનનૃપતિએ પ્રદ્યતન રાજા પાસે એક ચતુર વાચાળ દૂત મોકલ્યા. કારણ કે આવી બાબતમાં રાજાઓને એવો ધર્મ છે. એ પ્રવીણ દૂતે જઈને સભામાં બિરાજેલા માલવપતિની સમક્ષ કંઈક મૃદુ અને કંઈક કર્કશ શબ્દોમાં કહ્યું કે હે રાજન, જગતને વિષે એકલો વીર શિરોમણિ અને એકલેજ શરણાગત રક્ષક એ જે–સિધુસવીર આદિ અનેક દેશને સ્વામી ઉદાયન નરેશ તેને હું દૂત