________________ આ પ્રભાવલીની દીક્ષા અને સ્થગ કામન ( પિલ') આથી તે રાણું પોતાની જાતની નિદા કરતી કહેવા લાગી અહે પંચેન્દ્રિય જીવની હત્યારૂપ પાપ કરનારી મારા જેવીને અત્યન્ત ધિક્કાર છે ! અન્યની હત્યા કરવાથી નરકે જવું પડે છે તે આતો સ્ત્રી હત્યા થઈ એ મને શાની બીજે લઈ જાય? કારણ કે તાલપુ વિષને તે એક અણુ માત્ર જ સદ્ય પ્રાણઘાતક નીવડે છે માટે હવે મારે ચારિત્ર અંગીકાર કર્યા વિના શુદ્ધિ નથી. મશીથી મલિન થયેલ વસ્ત્ર દુધ વિના અન્ય શાથી શુદ્ધ થઈ શકે ? આમ તીવ્ર પશ્ચાત્તાપ કરતી પતિદેવ પાસે જઈ સર્વ વાતને ઉલ્લેખ કરી વિશેષમાં કહેવા લાગી કે-હે નાથ, એક ઘટના તે તમે નજરે નિહાળી, અને બીજી આ વસ્ત્રના વર્ણના વિપર્યાસની ઘટના એ ઉભય પરથી મને હવે મારું આયુષ્ય અ૯પ છે એમ સમજાય છે માટે હે પ્રાણવલ્લભ, મારે ચારિત્ર ગ્રહણ કરવું છે એમાં તમારે કંઈ વિઘન ન ઉપસ્થિત કરવું. જુઓ શાસ્ત્રમાં રાજ્ય સંપત્તિ, દેવ સંપત્તિ અને પ્રિયજનને સંગ-આ સર્વ સુલભ કહ્યાં છે, પરંતુ વિરતિ એટલે ત્યાગ ભાવ એ અત્યન્ત દુર્લભ કહ્યો છે. માટે કૃપા કરીને વાત્સલ્ય ભાવે મને સમ્મતિ આપે એટલે હું મારું કાર્ય સાધું. રાજાએ પણ રાષ્ટ્રના આવા આગ્રહને લીધે સંમતિ આપીને કહ્યું કે–તારી નિર્વિદને કાર્ય સિદ્ધિ થાઓ. જા, તારી ઈચ્છા પૂર્ણ કર. વળી જે તે ગમે ત્યારે સ્વર્ગે જાય તે તે સમયે તારે તારાં દીવ્ય સુખ ઘડીભર પડતાં મૂકીને પણ અહીં આવી મને દીપકની જેમ જાગ્રત કરવો. રાણીએ પણ એ વાત અંગીકાર કરી. પછી દાન દઈ પુરવાસીઓને સંતુષ્ટ કરી એણે ચારિત્ર ગ્રહણ કર્યું. અને સાથે જ અનશન આદર્યું. કેમકે મૃત્યુ નિકટમાં આવી ઉભું જાણ્યા પછી ભેજનની આશા કેવી ? એ પછી અનશનને અને મૃત્યુ પામી ત્યાંથી એને જીવ પહેલા દેવલોકમાં મહદ્ધિકદેવતા પણે ઉપન્યા કેમકે શું આ લોકમાં કે શું પરકમાં, રાજ્ય તે હેટાઓનું જ છે. પાછળ, દેવતાએ આપેલી પ્રતિમાનું પૂજન આદિ દેવદત્તાનામની એક કુજા દાસી હતી તે કરવા લાગી. પૂર્ણ ભાગ્યોદય વાળાને જ આવે પ્રસંગ પાસ થાય છે. એ સાથો સાથ સ્મરણમાં રહેdhak Trust ,