________________ ( પછ) રાણી પ્રભાવતીમા અલ્પ આયુષ્યનાં ચિહ, મારી કંઇ ટી તમોએ દીઠી કે તમે રસિક છતાં આમ સદા વીણા વગાડતા અટકી ગયા? આમ આગ્રહપૂર્વક પૂછાયેલા પ્રશ્નનો રાજાએ દુ:ખપૂર્ણ હદયે મહાકણે ઉત્તર આપે. કેમકે પ્રિયજન સંબંધી અમંગળ વાત નેહીઓથી કઈ રીતે કહી જાય? પરંતુ રાણીએ તે એ સાંભળી લેશ પણ ધૈર્યને ત્યાગ કર્યા વિના રાજાને કહ્યું–આવા દુર્નિમિત્ત પરથી હું મારું આયુષ્ય હવે અલ્પ શેષ રહ્યું છે એમ સમજુ છું. પરન્તુ જન્મથીજ એકલા ધર્મકાર્યમાં જ તત્પર રહેલી હેવાથી મને મૃત્યુને લેશ પણ ભય નથી. આ અપશુકન મને તે ઉલટુ હર્ષદાયક છે કારણ કે એ મને હવે સંસાર ત્યજી ચારિત્ર-દીક્ષા ગ્રહણ કરવાને પ્રેરે છે. એમ કહી મુખપર લેશ પણ ગ્લાનિનાં ચિન્હ પ્રકટ નહાતાં એવી રાણ પછી પોતાને સ્થાને ગઈ. નિર્વાણ સમય નિકટમાં આવે છે ત્યારે દીપકની શિખા પણ ઉલટી વિશેષ પ્રકાશિત થાય છે એ વાતથી કેણ અજાણ્યું છે? જિનધર્મના તત્વજ્ઞાનથી અજાણ્યો રાજા તે અત્યન્ત ખેદ કરવા લાગ્યા. જિનભગવાનના અનુયાયીઓ શિવાય અન્ય મતવાળાઓમાં વિવેકાવિવેક દેખાય પણ ક્યાંથી? એકવાર વળી એમ બન્યું કે રાણું જિનબિમ્બની પૂજા કરવા નિમિત્તે નાન કરી તૈયાર થઈ અને દાસીએ એનાં વસ્ત્રો એની પાસે લાવી ધર્યો. એ વસ્ત્રો અરિષ્ટના કારણે રાણીની દ્રષ્ટિએ રક્ત દેખાયાં. મોટા માણસોને પણ અવસાન સમયે પ્રકૃતિમાં વિપર્યય થાય છે એ કથન પ્રમાણે, રાણું દેવપૂજાના વસ્ત્રો દાસી અનુચિત કેમ લાવી એમ થયાથી, એના પર ક્રોધાયમાન થઈ અને એ ક્રોધના આવેશમાં એણે એના ભણું એક દપણ ફેંકયું. એ દર્પણના કારી પ્રહારે દીનદાસીના પ્રાણ લીધા. કારણ કે આયુષ્ય ક્ષીણ થવા આવ્યું હોય છે ત્યારે માણસના બેઠા બેઠા પણ પ્રાણ જતા રહે છે, ને આયુષ્ય વિદ્યમાન હોય તો મહાન શસ્ત્રો પણ એને કંઈ નથી કરી શક્તાં. ક્ષણવાર પછી પ્રભાવતીએ જોયું તે એજ વસ્ત્રો અને ઉજવળ જણાયાં. પિત્તને ઉદ્વેગ જતું રહ્યા પછી મા| ણસને, શંખ એના મૂળ શુદ્ધ ઉજવળ વર્ણમાં વિતરણ છે એમ