________________ આત્માના “અસ્તિત્વ નું પ્રતિપાદન. એ આત્મા અનુમાનથી પણ શેય છે; કેમકે સુખ દુ:ખ આદિ ધર્મો, એમનામાં ધર્મત્વ છે માટે, કેઈને આશ્રયીને રહેલા હોવા જોઈએ. જેમકે નવ્યત્વ (નવીનપણું), વૃત્તત્વ (ગોળાકારપણું) એવા જે “ઘટ” ના ધર્મ છે એ “ધમી " ઘટને આશ્રયીને રહેલા છે. હવે આ સુખદુઃખાદિ ધર્મો દેહાદિને આશ્રયીને તો નથી રહ્યા કેમકે એમ કહેવામાં “બાધક” આવે છે; માટે એ “ધર્મો " જે “ધમી ”ને આશ્રયીને રહેલા છે એ “ધમી " એજ નિશ્ચયે આત્મા. વળી આ આત્મા ઉપગવાન છે, કર્મોનો કર્તા છે, ભોક્તા છે, શરીરથી ભિન્ન છે–ઈત્યાદિ લક્ષણોએ જ્યારે લક્ષિત છે ત્યારે એ ઉપમાનગોચર કેમ ન થાય? સાધચ્ચેથી જ નહીં, પરંતુ વૈધચ્ચેથી પણ એનું ઉપમાનગોચરત્વ છેજ. વળી આગમને વિષે યે આદિમાં, મધ્યમાં કે અન્તમાં ક્યાંઈ પણ એના અસ્તિત્વની સામે વિરૂદ્ધતા નથી. એમાં તો ઉલટું “મટુ ધેનુ” એવું આ ત્માનું વિશેષણ બતાવ્યું છે. માટે આગમ એટલે શાસ્ત્રો પણ એનું અસ્તિત્વ નિશ્ચિત જ કરે છે. વળી " અર્થપત્તિ થી પણ એ આત્મા ગમ્ય છે કેમકે જે આત્મા ન હોય તે પછી પરલોક કોનો? પુણ્યપાપ પણ કોનાં, અને સુખદુ:ખ તથા બંધમોક્ષ પણ કેનાં ? વળી “અનુપત્તિ” થી પણ, આત્મા છે” એમ બોધ થાય છે કેમકે વિરૂદ્ધ કહેતાં, સુખાદિ ભોગવનાર અન્ય કેણ હોય ? એમ તો ન કહેવાયને, કે આહાર લે દિવસે જમના, અને શરીર વધે રાત્રે જમનારાનું ? આમ પાંચે પ્રમાણેથી, હે પ્રભુ, આત્માનું અસ્તિત્વ પ્રતિપાદિત થયું. પરંતુ આપના શાસનની બહારના મૂઢ લેકે કંઈ સમજતા જ નથી. આપના જેવાના પ્રસાદથી જ ભવ્યજનો વસ્તુને યથાસ્થિત સમજે છે. સૂર્યનો ઉદય થાય છે ત્યારે જ વસ્તુ જેવા હોય તેવા સ્વરૂપમાં દેખાય છે. તો હે ભગવાન, હવે આપ મારા પર એટલી કૃપા કરો કે મારી બુદ્ધિને વિષે નિરન્તર આસ્તિકપણું રહે. આ પ્રમાણે જિનેશ્વરની સ્તુતિ કરી અભયકુમારે વળી દેશનાને અને પ્રભુને વન્દન કરી વિજ્ઞાપના કરી કે હે સ્વામિન, કેવળજ્ઞાનીઓમાં જેમ જંબુસ્વામી ચરમ કેવળી થયા છે એમ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.