________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. વસ્તુઓમાં પહેલે પદે છે. વળી એનું નિત્ય ધ્યાન ધરનાર પણ એક મંગળરૂપ જ છે. માટે પોતાનું હિત ઈચ્છનારા સર્વ કેઈએ એના ધ્યાનને વિષે પૂરો આદર કરવો. પ્રભુની, આવી જગતનું કલ્યાણ કરનારી અમૃતમય દેશના શ્રવણ કરીને શ્રોતાવર્ગ નમસ્કાર પર પૂર્ણપણે આસક્ત થયો. કેમકે જિનેન્દ્રોને પ્રયાસ સદા સફળ જ હોય છે. આમ પ્રભુ રાજગૃહીમાં સ્થિર રહ્યા ત્યાં સુધી એમને મુખેથી પ્રતિદિન “ધર્મ” નું શ્રવણ કરતા પ્રજાજન પરમ આનન્દ પ્રાપ્ત કરતા જણાવા લાગ્યા. એકદા સુબુદ્ધિમાન અભયકુમારે પ્રભુ પાસે જઈ વન્દન કરી મધુર શબ્દોમાં આત્મસિદ્ધિગર્ભિત સ્તવના કરી કે “હે જિનેશ્વર, આપના શાસનની બહાર રહેલા (જેનેતર) લેકે એમ કહે છે કે “આકાશમાં પુષ્પો હોય છે એ વાત જેવી મિથ્યા છે એવી જ આત્માના અસ્તિત્વની વાત મિથ્યા છે; પ્રમાણને અભાવ છે માટે. એ લેકે પૂછે છે કે તમે સ્ત્રી, પુરૂષ, અશ્વ, હસ્તી આદિને પ્રત્યક્ષ જુઓ છો એ પ્રમાણે એ આત્માને તમે કયાંય પ્રત્યક્ષ જોયો ? વળી અનુમાનથી પણ એ (આત્મા) નું જ્ઞાન થવું અશકય છે. કારણ કે એ (અનુમાન) ત્યારે જ નીકળી શકે કે જ્યારે આપણી પાસે સાધ્યની સાથે લિંગ અને કવચિત્ દષ્ટાન પણ હોય; અને અહીં તો આત્મરૂપ સાધ્યની સાથે કંઈ પણ લિંગ દેખાતું નથી. વળી આત્મા જેવી અન્ય કોઈ પ્રસિદ્ધ વસ્તુ પણ નથી કે જેની એને ઉપમા આપી શકાય. વળી “આત્માનું અસ્તિત્વ” પ્રતિપાદન કરવા સંબંધી આગમાં પણ અન્ય અન્ય વિરૂદ્ધતા નિવેદન કરેલી છે તો એના પર પણ શી આસ્થા રહે? વળી એના વિના ઉપપદ્ય ન થાય એવું પણ કંઈ નથી, કે જેથી અર્થોપત્તિથી પણ એ (આત્મા) જાણી શકાય. આમ પાંચે પ્રમાણેને અભાવ છે એમ બતાવીને વિરૂદ્ધ પક્ષવાળાએ આત્મા નથી " એમ . સિદ્ધ કરે છે. પણ એમનું એ મન્તવ્ય અસત્ય છે. - " હું કહું છું કે આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવાને માટે પૂરતાં પ્રમાણ છે. ‘સુખી છું, હું દુ:ખી છું, હું જ્ઞાની છું” એમ કહીએ છીએ એજ એના અસ્તિત્વનું પ્રત્યક્ષ પ્રમાણ. વળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust