________________ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. બાવું છું તે નવકારમંત્રનો ઉચ્ચાર કર્યા કર એટલામાં જળ લઈ આવું. હું જળ લઈને આવું એટલામાં જે તે એ ભૂલી જઈશ તો હું તને જળ આપીશ નહીં. શ્રાવક જળ લેવા ગયા અને પાછળ ચારે એ પદ સંભાય જ કર્યો. પરંતુ એને જળ લઈ આવતાં જોવા છતાં અને મને હમણાં જ જળ મળશે એમ સમજીને એને હર્ષ થયા છતાં, એના તો જળ પીધા વિના જ પ્રાણ ગયા. કેમકે રાજાના માણસોએ જિનદત્ત શ્રાવકને ચોરને અન્નપાન લાવી આપનાર તરીકે રાજ્યનો ગુન્હેગાર ગણીને બન્દીવાન બનાવ્યું. એટલે રાજાએ એને પણ શૂળીએ ચઢાવી દેવાનો આદેશ કર્યો. પણ વાત એમ બની કે પેલા ચિરના નવકારમંત્રનો ઉચ્ચાર કરતાં કરતાં પ્રાણ ગયા હોવાને લીધે એ યક્ષ થયો. એ યક્ષે પોતાનાં ઉપકર્તા શ્રાવકને અવધિજ્ઞાનનો ઉપગ દઈ દુ:ખ પૂર્ણ સ્થિતિમાં જોઈ, એક મહાન પર્વતને ઉપાડી નગરને માથે લટકતો રાખી અન્તરિક્ષમાં કહ્યું–હે દુષ્ટ ભૂપતિ અને માનવો, આ ભક્તિમાન શ્રાવક મારે ઉપકારક ગુરૂ છે એને તમે મુક્ત કરે. અન્યથા તમારે આકાશે કે પાતાળે ક્યાંય પણ મોક્ષ નથી. એ સાંભળી રાજાએ અને સર્વ પ્રજાએ એ યક્ષની વારંવાર ક્ષમા માગી અને જિનદત્ત પણ છુટ્યો. ખરી વાત છે કે ન્યાય તો પ્રાણને ભેગે જ મળે છે. પછી લોકેએ એ યક્ષનું એક મન્દિર પણ ત્યાં બનાવરાવ્યું. . શ્રી વીરજિનેશ્વર સમવસરણને વિષે દેવ, મનુષ્ય અને તિર્યોની પર્ષદા સમક્ષ આ પ્રમાણે દષ્ટાતો આપી, નમસ્કારમંત્ર ઉત્તમકુળને વિષે જન્મ અપાવનાર અને સ્વર્ગને પણ હેતુરૂપ છે એમ બતાવી આગળ કહે છે કે “વળી એ પંચમેષ્ઠી નમસ્કારના પ્રભાવથીજ પ્રાણુઓને શાશ્વત સુખ બક્ષનાર એવો મોક્ષ ભૂતકાળને વિષે પ્રાપ્ત થયા છે, વર્તમાનકાળમાં પ્રાપ્ત થાય છે અને ભવિષ્યકાળને વિષે પ્રાપ્ત થશે. ઉત્કૃષ્ટ મોક્ષસુખના અભિલાષી ભરત–રવતમહાવિદેહાદિ ક્ષેત્રોના સર્વ મનુષ્ય એ “નમસ્કાર” નો પાઠ કર્યા જ કરે છે. જે માણસ શ્રદ્ધાસહિત એ મહામંત્રના એક લક્ષ જાપ કરે અને શ્રી સંઘની પૂજા કરે એ નિશ્ચયે તીર્થકર થાય છે. જે પ્રાણીને એના પર રતિ એટલે પ્રેમ નથી એણે ગમે એટલી તપશ્ચર્યા કરી હોય, એણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust