________________ વેશ્યાએ વલ્લભતણો સુધરાત્રે ભવ અન્ય. 31 ચડપિંગળને મારે અર્થે શલિ મળી છે ? એમ વિચારી એનું હિત ચિન્તવીને એને પંચપરમેષ્ટી મંત્ર સંભળાવ્યું. અને એને વિશેષમાં કહ્યું–હે પ્રિય, તું આ વખતે એવું નિદાન એટલે “નિયાણું” કર કે તું અહિંથી મૃત્યુ પામી આવતા જન્મમાં રાજપુત્ર તરીકે જન્મ લે. ચારે પણ એના વચન પરથી એવું નિદાન કર્યું અને શુભ ધ્યાને મૃત્યુ પામ્યા. પુનર્જન્મમાં એનો જીવ રાજાની પટ્ટરાણીની કુક્ષિએ આવ્યો અને પિતાના મનોરથની સાથે ગર્ભને વિષે વૃદ્ધિ પામતો પણ સમયે પુત્રપણે ઉત્પન્ન થયે. વાત અકસ્માત્ એમ બની કે , પેલી વેશ્યા લીલાવતી જ પ્રારબ્ધયોગે આ રાજશિશુને રમાડવા રહી. વેશ્યાતિ મહાચતુર એટલે એણે વિચાર્યું કે ચેડપિંગળના મૃત્યુનો અને રાણીને ગર્ભ રહ્યાનો એકજ સમય છે. તો આ રાજપુત્ર ચડપિગળનો જીવ હશે કે કેમ ? એ વિચારે એ એકવાર એને રમાડતી રમાડતી બોલી ગઈ કે “ચડપિંગળ, રડે છે શા માટે ? બાળકને તો એ વખતે પોતાના નામેચ્ચાર સાંભળીને પોતાની પૂર્વજાતિનું મરણ થયું. એટલે અનુક્રમે વયે વૃદ્ધિ પામતો રાજ્યકાર્યભારને ગ્ય થયો અને પિતાના મરણ પછી રાજયાસને બેઠે ત્યારે નમસ્કારમંત્રનો પ્રભાવ સમજી એમાં ભક્તિપૂર્વક શ્રદ્ધા રાખી એણે જિન ધર્મ અંગીકાર કર્યો. પ્રાન્ત એણે અને ગણિકાએ બન્નેએ સંસારસાગરનો પાર ઉતારનારી જેની દીક્ષા ગ્રહણ કરી અને ચારિત્રનું સભ્યપ્રકારે પાલન કરી સ્વર્ગ પ્રાપ્ત કર્યું. આમ નવકારમંત્રના પારલૌકિક ફળ વિષે એક દષ્ટાન્ત આપી શ્રી વીરપ્રભુએ વળી એક અન્ય દષ્ટાન્ત પણ આપ્યું તે આ પ્રમાણે - પૂર્વે એક મથુરા નામની નગરી હતી એમાં એક જિનદત્ત નામનો શ્રાવક વસતો હતો. નગરીમાં એક “હુંડિક” નામનો ચોર નિરન્તર પ્રજાના ઘરમાં ખાત્ર દેતો. પરન્તુ એ એકદા નગરરક્ષક (પોલિસ) ના હાથમાં સપડાઈ ગયો એટલે એને શૂળીએ ચઢાવવામાં આવ્યો. એની પાસે એના સંબંધીમાંથી કોણ આવે છે એની તપાસ રાખવા રાજપુરૂષો નિકટમાં ગુપ્ત ઉભા રહ્યા. એવામાં દયાનિધિ જિનદત્ત શ્રાવક એ માર્ગે થઈને જતો હતો એની પાસે રે તૃષાતુર હાઈને જળ માગ્યું. જિનદત્ત એને કહ્યું–આ હું તને સંભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust