________________ એ બોલ. મંત્રીશ્વર અભયકુમાર ચરિત્રનો આ છેલ્લો ભાગ જનસમૂહ સમ્મુખ વિલંબે પણ રજુ કરતાં અમને આનંદ થાય છે. આ રસિક ચરિત્ર જેમ સા. હિત્યમાં ઉપયોગી હેઈ, સમાજ તરફથી સારો આદર મળશે, એવું ઇરછીએ છીએ. હવે પછી અમારી ગ્રંથમાળાના પાંચમા મણકા તરીકે શ્રી વિરાગ્ય રસ મંજરીનું ભાષાન્તર થોડા વખતમાં બહાર પડશે. અત્રે આ ફંડને ટુંક ઈતિહાસ રજુ કરે યોગ્ય ધારીએ છીએ. મહૂમ શેઠ નગીનભાઈ મંછુભાઇ જવેરીએ પિતાની પાછળ રૂ. 25000) પચીસ હજારની રકમ કાઢી જૈન ધર્મના પુસ્તકે પ્રસિદ્ધ કરવા માટે એક ફંડ સ્થાપવા પોતાના પુત્ર તથા બંધુઓને જણાવ્યું હતું. તેમાં તેઓશ્રીના વડિલ પુત્ર શા. મોતીચંદ નગીનભાઈએ રૂ. 5000) પાંચ હજારની રકમ આપી, જે ઉમેરતાં આ ફંડ કુલ રૂ. 30000) ત્રીસ હજારનું થયું છે. તેને મુખ્ય ઉદ્દેશ " જેન વેતાંબર મૂર્તિપૂજક” ધાર્મિક સાહિત્યના પ્રાચીન તથા અર્વાચીન ગ્રંથો મુખ્યત્વે ગુજરાતી અને હિંદી ભાષામાં પ્રગટ કરી સરતી કિંમતે વેચવાનો છે. આ સ્થળે પરમપૂજ્ય આગમારક સાક્ષર શિરોમણી આચાર્ય શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજીને આભાર માનતાં અમોને હષ થાય છે. તેઓશ્રીની સલાહથીજ આ ફંડ સ્થાપવામાં આવ્યું છે. મહૂમ શેઠ નગીનભાઈ મંછુભાઈને તેઓશ્રી તરફ સંપૂર્ણ પૂજ્યભાવ હોવાથી તેઓશ્રીના ઉપદેશનું જ આ પરિણામ છે. વિ. સં. 1986 ) વૈશાખ સુદ 3 - ભાઇચંદભાઈ નગીનભાઈ જરી , ગોપીપુરા, સુરત. ) અને બીજાઓ, લી. P.P. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust