________________ “ણિધર ફીટીને પ્રગટ થઈ ફુલમાળ.” સારી બક્ષિસ આપી. પછી વળી પોતાના નાગરિકોને કહ્યું–આ બીજોરાનું મૂળ ઉત્પત્તિસ્થળ શોધી કાઢે. રાજાની આજ્ઞા થઈ એટલે એઓ પણ ભાતું બાંધી નદીપર જઈ તીરે તીરે ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં એક ઉદ્યાન એમની નજરે પડયું એમાં બીજેરાનું વૃક્ષ હતું એ જોઈને કહેવા લાગ્યા–આ વૃક્ષ તે પૂર્વથી જ દેવતાધિષ્ઠિત છે. એનું ફળ ગ્રહણ કરે એનું મૃત્યુ જ સમજવું એ વિના ફળ લઈ શકાશે નહીં. એમ વિચારી, સર્વેએ આવી રાજાને એ વાત કહી. પણ રાજાને એ ફળની એવી તીવ્ર અભિલાષા થઈ હતી કે એણે તો કહી દીધું–તમારું ગમે એમ થાઓ, મરો યા જી; પરન્તુ મને ફલ લાવી આપે. રાજાને એમ બોલવામાં શો બાધ હોય ? પારકું મસ્તક અને પારકે ભુર ! એટલે લોકોએ પણ સર્વે પ્રજાજનોનાં નામવાળી જૂદી જૂદી ચીઠ્ઠી લખીને એક ઘડે લાવી એમાં નાખી. એમાંથી રોજ એક ચીઠ્ઠી કાઢતાં એ જેના નામવાળી હોય એણે પેલા વનમાં જઈ એ ફળ ત્રોડી, બહાર રહેલાઓને આપી દેવું એમ નક્કી કર્યું. ફળ ત્રેડી આપનાર ભલે ત્યાં સદ્ય મૃત્યુ પામે. એમ કરતાં કરતાં કાળસમાન વિકરાળ એ બહુ સમય વ્યતીત થયો. રોજ એક જણ ફળ ત્રોડી આપે અને ત્યાં જ મરણશરણ થાય. એવામાં એકદા એક શ્રાવકના નામવાળી ચીઠ્ઠી આવી. પણ રાજાથી કોણ છૂટી ગયું છે? એ શ્રાવકે વિચાર કર્યો કેકદાચિત્ એ વૃક્ષનો અધિષ્ઠાયક કઈ વ્રત લઇને વિરાયું હોય એવો દેવતા હોય તો એ નવકારમંત્રના શ્રવણથી પ્રતિબોધ પામે ખરે. - એમ વિચારી મુખકોષ બાંધી ત્રણ નૈવિકી કરી નમસ્કાર મંત્રનો ઉચ્ચાર કરતાં કરતાં એણે વનવાટિકામાં પ્રવેશ કર્યો. એટલે વૃક્ષ પર રહેલા યક્ષને મંત્ર સાંભળીને સ્મરણ થયું કે હું પૂર્વભવે જિનધન૨ત હતો પરંતુ ધર્મને વિરાધવાથી યક્ષ થયો છું. હા ! મને અત્યન્ત ખેદ થાય છે. જે આણે મને નમસ્કાર મંત્ર સંભળાવી જાગ્રત ન કર્યો હોત તો હું આમ સદાકાળ જીવોનો વધ કરીને સંસારસાગરમાં રઝળી મરત. હવે આ શ્રાવક મારે ધર્મદાતા ગુરૂ થયો માટે એ નિશ્ચયે મારે પૂજવા યોગ્ય છે. એમ વિચાર કરીને એને વન્દન કરીને કહેવા લાગેહે શ્રાવકશિરોમણિ, હવે તમારે કોઈએ અત્રે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust