________________ આ અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ગુપ્તપણે સર્ષ આચ્ચે, અને ભોજન આદિની સમાપ્તિ પછી રાત્રે પિતાની પીને કટાક્ષમાં કહ્યું–ગજગામિની, પેલા ઘટમાં હું પુષ્પ લેતો આવ્યો છું તે જરા મને આપ. પતિદેવના કુટિલ આશય નહી જાણનારી સ્ત્રી એ લેવા ગઈ અને અન્ધકાર હતો માટે પંચપરમેષ્ટીનું સ્મરણ કરવા લાગી. નવકાર મંત્ર ભણતાં ભણતાં જ એણે ઘડામાં હાથ નાખે. તે વખતે એનો પ્રિય (1) સ્વામિનાથ પણ પિતાના મનોરથોનું ધ્યાન ધરી રહ્યો હતો. અહંદુદાસીએ હાથ નાખે તે વખતે જ શાસનદેવીએ પેલો ભુજંગ અપહરી લઇને એને સ્થળે સુવાસે મઘમઘી રહેલી પુષ્પની માળા મૂકી દીધી–એ માળા એણે જઈને પતિને અર્પણ કરી. “આ કે અન્ય સ્થળેથી લઈ આવી કે શું થયું? " એવી શંકા થવાથી પતિરાજ પોતે ઉભે થઈને ઘડે હતો ત્યાં ગયો. ઘડામાં જુએ છે તે સર્પ ન મળે, એની નાસિકાએ તો કુસુમેનો હેકાટ આવ્યું. તત્ક્ષણ પશ્ચાત્તાપને લીધે પોતે પ્રિયાના ચરણમાં પડ અને એને સર્વ વૃત્તાન્ત અથેતિ કહી સંભળાવ્યો અને સાથે કહેવા લાગે– શ્રીમતી, મેં દુષ્ટ તારે બહુ અપરાધ કર્યો છે માટે તે સતી છે તે સર્વે ક્ષમા કર. પછી એણે પ્રસન્ન થઈ એને ગૃહની સ્વામિનીને પદે સ્થાપી, અને એના પ્રતિબંધથી પોતે પણ શુદ્ધ શ્રાવક થયો. ત્યારપછી વળી શ્રીવીરપ્રભુએ નવકારમંત્રના પઠનથી આરોગ્યની (પણ) પ્રાપ્તિ થાય છે એ ઉપર એક (ત્રીજું) દષ્ટાન્ત આયું - આ પૂર્વે એક નદીને તીરે કઈ નગર હશે. તે નદી પર કોઈ એક પ્રજાજન એકદી શરીરચિન્તાને અર્થે ગયે. ત્યાં એણે નદીના જળમાં તણાતું જતું એક બીજપૂર (બીજોરું) જેયું. એટલે એણે એ લઈ લીધું તે જાણે સાક્ષાત્ એનું “લાદય” કર્મ અને પ્રાપ્ત થયું હોયની ! એ એણે જઈને રાજાને અર્પણ કર્યું, અને રાજાએ એ પિતાના રસોઈયાને દીધું. રસોઈયાએ એને સમારી સુધારી શાક બનાવી. ભજન અવસરે રાજાને પીરસ્યું. શાકના વર્ણ અને સુગંધથી હર્ષિતમને એ સમગ્ર એણે પ્રાશન કર્યું અને એના લાવનારપર તુષ્ટમાન થઈ એને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust