________________ ને વિષે નિ હતો પરોવાથી એને અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર પ્રભાવથી આ લોકમાં અર્થ, ઈષ્ટ વસ્તુ આદિની પ્રાપ્તિ થાય છે, અને પર જન્મ પણ ઉત્તમ કુળમાં જન્મ થાય છે, સ્વર્ગ મળે છે અને મોક્ષ પણ નજદીક આવે છે. આ નવકારમંત્રના પ્રભાવ ઉપર એક કથાનક છે તે શ્રવણ કરે - પૂર્વ ક્રિયાનુકાનને વિષે નિરન્તર ઉદ્યત એવો કેઈ જિનભક્ત શ્રાવક હતો. એને એક પુત્ર હતો પરંતુ એ પુત્રમાં પિતા કરતાં સર્વ વિપરીત ગુણો હતા. એ ભારેકમી હોવાથી એને “ધર્મ” નું નામ પણ ગમતું નહીં. કેમકે ધર્મવિષયે “વાસના " જ હેતુ છે; શ્રાવકના કુળમાં જન્મ થવાથીજ, “ધર્મ” પ્રાપ્ત થયે કહેવાય નહીં. પુત્રને “ધર્મ” માં દોરવાને માટે પિતા એને કહેતો કે ભાઈ, ઘેર બેસી રહ્યો છે ત્યારે દેવમન્દિરે તો જઈ આવ, પરન્તુ એ કશું માનતો નહીં. છેવટે એણે એને ઉત્તમ નમસ્કારમંત્ર શીખવ્યું અને એને કહ્યું કે વત્સ, આ એક પરમ વિદ્યા છે, માટે તારે આપત્તિ સમયે એનું ધ્યાન ધરવું. એ તારું દુ:ખ નિવારણ કરશે. પુત્રે પિતાનું એ કહેવું માન્ય રાખ્યું એટલે એને કંઈક નિરાંત થઈ. પછી કેટલેક કાળે એનું મૃત્યુ થયું. પિતા પંચત્વ પામ્યા એટલે વનહસ્તીની જેમ નિરંકુશ એ કુબુદ્ધિ પુત્ર જેવા તેવા માણસો સાથે હરવા ફરવા લાગ્યા. એવામાં કઈ દુબુદ્ધિ ત્રિદંડીએ એને જે. એણે જાણ્યું કે એ “બત્રીસ લક્ષણો પુરૂષ છે એટલે પોતાના સ્વાર્થને માટે એના ઘરની આગળ પિતે એક ઘર લીધું; અને દાનભજન-સન્માન આદિવડે એની સાથે પરમ મૈત્રી કરી. એકદા એ ત્રિદંડીએ એને કહ્યું–જે તું એક પણ અંગ છેદાયા વિનાનું –અક્ષત મૃતક લઈ આવતો હું તને કુબેર સમાન સમૃદ્ધિવાન બનાવી દઉં. ધનના લેભી વણિકપુત્રે પણ એની શોધમાં ફરતાં કોઈ વૃક્ષ પર પોતાને જોઈતું હતું એવું મનુષ્યનું મૃતક જોયું; અને એ વાત પેલાને કહી. એટલે કૃષ્ણ ચતુર્દશીને દિવસે એ મૃતકને કેાઈ ભયાનક મશાનને વિષે લઈ ગયા. ત્યાં એના (મૃતકના) હાથમાં ત્રિદંડીએ એક ખર્શ આપયું, અને વણિપુત્રને એ મૃતકના ચરણ તળાસવા બેસાડો. પછી એ પાખંડીએ એ (વણિકપુત્ર) ના વધે, માટે જાપ જપવા માંડે એટલે મૃતકના શરીરમાં કોઈ વ્યન્તર અધિષ્ઠિત થયો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust