________________ , ધર્મના મૂળરૂપ નવકારમંત્ર–એને પ્રભાવ. સિદ્ધ અને અન્યબોધિતસિદ્ધ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચાએ યુક્ત જેઓ છે એઓ આચાર્ય કહેવાય છે. નિરન્તર સ્વાધ્યાય અને અધ્યાપન આદિમાં ઉદ્યત રહેનારા–એ ઉપાધ્યાય અને ક્રિયાઓનું અનુપાલન કરી મોક્ષ સાધે છે એ સાધુ કહેવાય છે. આ પાંચ પરમેષ્ઠીનું પ્રત્યેક મનુષ્ય દિવસે ને રાત્રી એ, સુખમાં તેમજ દુ:ખમાં, હર્ષમાં ને શેકમાં, ઘરની બહાર તેમજ અંદર, ક્ષુધાતુર હો કે તૃપ્ત હો ત્યારે યે, અને જતાં કે આવતાં સર્વદા ધ્યાન ધરવું. દહીંનો સાર જેમ વૃત છે અને કાવ્યનો સાર જેમ ધ્વનિ કાવ્ય છે તેમ સર્વધર્માનુષ્ઠાનોનો સાર પરમેષ્ટીનમસ્કાર છે. એ પરમેષ્ઠીનમસ્કારનું જે પૂર્ણભાવસહિત સ્મરણ કરવામાં આવે તો અગ્નિ જળસમાન થઈ રહે છે, ભુજંગ પુષ્પની માળા થઈ જાય છે, વિષ અમૃતતુલ્ય બને છે, કૃપાણ એટલે તલવાર કંઠાભરણહાર બની જાય છે, સિંહ હરિણ સમાન શાત થઈ જાય છે, શત્રુ મિત્રરૂપ બને છે, દુર્જન સજજનરૂપ બને છે, અરણ્ય જાણે વસવા યોગ્ય ગૃહો હોય એવાં બની જાય છે, ચોરલેકે લુંટારા મટી રક્ષણ કરનારા થાય છે અને પ્રતિકુળ ગ્રહો હોય એ પણ અનુકુળ થાય છે. એટલું જ નહિં પણ, દુષ્ટ શકુન થયાં હોય તોયે ઉત્તમ શકુનનું ફળ મળે છે, દુષ્ટ સ્વનોને સ્થળે શ્રેષ્ઠ સ્વપનોનું ફળ પ્રાપ્ત થાય છે, ડાકિની પ્રેમવત્સલા માતા જેવી બની રહે છે, વિકરાળ વેતાળ-ભૂતાદિ પણ પિતા સમાન માયાળુ થઈ જાય છે, અને દુષ્ટ મંત્ર તંત્રમંત્રાદિ પ્રયોગ પોતાની શકિત ત્યજી નિષ્ફળ બને છે–કંઈપણ અશુભ કરી શકતાં નથી. કેમકે સહસ્ત્રકિરણવાળા સૂર્યનો ઉદય થયે ઘુવડ પક્ષીને ગુપ્તસ્થાને અન્ધકારમાં જઈ રહ્યા વિના છૂટકો નથી. માટે સુજ્ઞજનોએ નિદ્રામાં કે જાગૃતાવસ્થામાં, સ્થિર થઈ બેઠા હો કે ગમનાગમન કરતા હો, માર્ગમાં કંઈ ખલનાં થાય કે વળી છીંક આવે ત્યારે કે એ મહામંત્રનું સ્મરણ કરવું. આ નમસ્કારના 1 અભ્યાસ કરવો અને કરાવવો. 2 ધ્વનિકાવ્ય,xxxxxx, અને ચિત્ર કાવ્ય—એમ ત્રણ પ્રકારનાં કાવ્યો છે. એ ત્રણમાં ધ્વનિકાવ્ય સૌથી ઉત્તમ છે. - કેમકે એમાં વાર્થ કરતાં વ્યંગ્યાથે ચઢી જાય છે. 3 યિા , Y P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust