________________ જ્ઞાનક્રિયાખ્યામ્મન્ના | જાણ એમને વંદન કરવાને આ; અને વિશિષ્ટ સ્થિર ભક્તિ વડે ભગવાનને પ્રણિપાત કરીને સભામાં ઉચિત સ્થાને બેઠે. કારણ કે સદ્બુદ્ધિવાળા પ્રાણુંઓ આવા જંગમતીર્થને પામીને પિતાના જન્મને સાર્થક કરે છે જ. ચચ્ચાર કેશ પર્યત સંભળાતી વાણીવડે જિનેશ્વરે ધર્મદેશના દીધી. અથવા રનના નિધાનમાંથી અનેક અનેક પ્રકારના રત્નોના રાશિ નીસરે છે. દેશનામાં પ્રભુએ કહ્યું કે હે પ્રાણીઓ, જે તમારે મુક્તિવધુને વરવાની અને દુઃખસમુદ્રને તરવાની ઈચ્છા હોય તો નિરન્તર જ્ઞાન અને ક્રિયા–ઉભયને વિષે આદર કરે. એ બેમાંથી ફક્ત એકનાથી કંઈ પણ ઈષ્ટ સિદ્ધિ થશે નહીં. કેમકે કઈ પણ વાહન ફક્ત એક જ ચક્રથી પદમાત્ર પણ ચાલી શકતું નથી. એક પંડિત પુરૂષને પણ પોતાને સિદ્ધાન્ત સ્થાપવા માટે અન્વય અને વ્યતિરેક બેઉ વાનાં જોઈએ છીએ. જેમ સારા પાકની આશા રાખવા માટે ઉત્તમમાં ઉત્તમ સાધન-સામગ્રી જોઈએ છીએ તેમ. આ વાતના સમર્થનમાં, અંધ અને પંગુના બે પ્રસિદ્ધ છાત છે તે તમે એકાગ્ર મને શ્રવણ કરો: કઈ નગર પર શત્રુરાજાએ આક્રમણ કર્યું એના ભયે પ્રજા જન વનમાં નાસી ગયા. કેમકે દેવતાઓ પણ ભયના માર્યા ચેદિશ જતા રહે છે તે પછી આ માનવીઓની શી બીસાત ! એકદી ત્યાં પણ લુંટારા ચાર લોકોનો ભય લાગ્યો. કેમકે દુ:ખમાં ડુબેલા હોય છે એવાઓને વિપત્તિ પાછળ લાગેલી જ રહે છે. સર્વ લેકે વનને વિષે ગયા હતા પરંતુ એક અન્ય અને એક પંગુ-બે જણ કયાંય પણ ગયા નહોતા. કેમકે એમને ભયની ગંધ પણ નહોતી એટલે કે સ્થળે નગરમાં રહ્યા હતા. કેમકે ભક્ષક જન્તુઓને વિષે શ્રેષ્ઠ એવો કીટક કદિ કેદરાપર બેસતું નથી. હવે ચેર લેક લોકેનું સર્વ ધન લુંટી ગયા પછી વળી ત્યાં અગ્નિદેવે દર્શન દીધાં. કહેવત જ છે કે ભાગ્ય વિફર્યું હોય ત્યાં અનેક આપત્તિઓ આવી પડે છે. અગ્નિને કોપ થયો જાણીને પેલે અન્ય હતો તે ભૂમિપર રહેલા મત્સ્યની પેઠે, દયાજનક સ્થિતિએ પહોંચે, એનું કટિવસ્ત્ર ઢીલું પડી ગયું અને પોતે અગ્નિની સમક્ષ જ ચાલ્યો, કેમકે પ્રવૃત્તિ કર્યા વિના કોઈનું કલ્યાણ થયું સાંભળ્યું નથી, વળી ચાલવાની શક્તિ રહિત પેલે પંગુ અગ્નિ Jun Gun Aaradhak Trust