________________ અનશન આદિ સુભટનુ સ્પર્શન આદિ સાથે યુદ્ધ. (135) એ તો મરચાં ચાવવાં છે, ચણા ફાકવાના નથી, અમારા સંવર કોટવાલનેજ જે તમે જીતો તો જાઓ અને તમારે સર્વથા વિજય કબુલ કરીશું. નહિતર એમ કહેશું કે તમારે ગર્વ સર્વ વૃથા છે. એ સાંભળી મકરધ્વજ-ફામદેવ–ના સ્પર્શ વગેરે પાંચે સેવક સંવરની આગળ ગયા કેમકે કાંટે (અન્ય) કાંટાને સહન કરી શક્તો નથી, એને જડમૂળમાંથી ઉખેડી કાઢવા તત્પર થાય છે. એમણે જોયું તો સંવર ઉચિત આચરણ વસ્ત્રથી દેહ ઢાંકીને પ્રથમ આસન પર બિરાજેલો હતો. એના કટિભાગમાં દંડત્રયવિરમણ ખંજર રહી ગયું હતું. વિવેક ખર્શ અને અપ્રમાદ ઢાલ એની પાસે પડેલાં હતાં. માથે પરિગ્રહત્યાગ છત્ર ધરવામાં આવ્યું હતું. દક્ષિણ ભુજ વિષે શુકલેશ્યા બાહુરક્ષક બાંધેલું હતું. કાંડાપર સુવર્ણની ચળકતી પલેયા પચી, અને પગમાં સમભયાભાવ વીરકટક શેભી રહ્યાં હતાં. વિધવિધ પંડિતો એની બિરૂદાવલિ બેલી રહ્યા હતા અને અનશન આદિ યોદ્ધાઓ એની આજ્ઞા ઉઠાવવા તૈયાર બેઠા હતા. આમ હોવાથી સંવર જાણે સાક્ષાત્ વીર રસ હાયની એ પેલાઓની દષ્ટિએ દેખાય. ' સ્પર્શ આદિ પાચેને જોઈને તત્ક્ષણ સંવરના સુભટો તો આગળ આવવા પડાપડી કરતા યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. કારણ કે એમને સદા યુદ્ધનું જ ચિન્તવન હોય છે. એ વખતે અનશન કહેવા લાગ્યું “અરે સુભટે, તમે રહેવા દ્યો. ગર્વને લીધે જેમની ડાક ઉંચીને ઉંચીજ રહેલી છે એવા આ શત્રુઓની સામે, મારા ઉનેદરત્વ આદિ બધુઓને લઈને, આજ તો હુંજ યુદ્ધ કરવા ઉતરીશ જેવી રીતે પાંડેને લઈને કેશવ-કૃષ્ણ કૈરાની સામે ઉતરી પડયા હતા. એમ તમારે ફક્ત એટલું કરવું કે અમારામાંથી કેઈનમાં કદાપિ શત્રુના દારૂણ શસ્ત્રનું શલ્ય ભરાય તે તત્ક્ષણ આલોચના આદિ દશ સંદેશ વડે તેને નિ:શલ્ય કરે-શલ્ય દૂર કરવું; પ્રાસાદ-મહેલની નીચેની ભૂમિની જેમ.” સંવર તો એનું ભુજબળ જાણતો હતો એટલે એણે તત્ક્ષણ એની વાતને સ્વીકાર કર્યો. સેવકોના પરાક્રમ નજરે જોયાં હોય એટલે સ્વામી એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust