________________ ( 134) શ્રી અભય કુમારે મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ધારીઓ છે જેઓ વાખાણ વડે લીલા માત્રમાં શત્રુઓને વીંધી નાંખી શકે છે. - એની સેનાના સૈનિકે જ નહિં, પણ એનું સ્ત્રી સિન્ય સુદ્ધાં બળવત્તર છે. સૂર્યની સામે દષ્ટિ ટકી શકતી નથી એમ એ સ્ત્રી સૈન્ય સામે પણ શત્રુ વગર ટકી શકતો નથી. એકલી મનગુણિજે શત્રુના સિન્યમાં ભંગાણ પડાવે એવી એની શક્તિ છે. શત્રુ ન હાલી શકે કે ન ચાલી શકે એવી રીતે એને ગુપ્તિને વિષે રાખે છે. કાયગુપ્તિ અને વચ્ચે ગુપ્તિ એ મને ગુપ્તિની વળી ઉત્તર સાધિકાઓ છે. મન ગુપ્તિમાંથી નાસી જવાનો પ્રયત્ન કરનારા શત્રુ વ ને એ બેઉ બંધનમાં જકડી લે છે. સમિતિ નામની પાંચ સ્ત્રીઓ તો એવી છે કે એ રણક્ષેત્રને વિષે આવી ઉભી રહે છે ત્યાં જ, સિંહણને જોઈ મૃગલા ફાળ ભરતા નાસી જાય છે એમ, શત્રુઓ પલાયન કરી જાય છે. શીલરૂપી બખ્તરથી સજજ થયેલી નવ બ્રહ્મચર્ય ગુપ્તિઓ છે એએ, કેઈનાથી ગાં ન જાય એવા કામને, નવી નવી ગતિ વડે હરાવી દે છે. અગ્યાર અપ્રતિમ ઉપાસક પ્રતિમાઓ છે એ જાણે રૂદ્ર-શિવ–ની દષ્ટિએ હાયની એમ શત્રુપર પડીને એને ઘાણ કાઢી નાખે છે. જેની સામે નજર પણ ન કરાય એવી બાર ભિક્ષુ પ્રતિમા છે એમની આંગળ, હિમ બાર સૂર્યો આગળ તાપથી જેમ ઓગળી જાય છે એમ, અજ્ઞાનાન્ધકાર શત્રુ ગળી જાય છે. વિશેષ શું કહું ? અમારા ચારિત્ર ધર્મ ભૂપતિના સિન્યમાં મદ્યપાન નિષેધ આદિ બાળસૈનિકો છે એમને પણ કઈ પરાસ્ત કરી શકે એવું નથી. સામા પક્ષના એક સેવક જેવાનાં આવાં વચનો સાંભળીને, કામદેવના સેવકે ક્રોધથી લાલચોળ થઈ ગયા અને એમની દેહકંપવા લાગી. અને તો પણ ભીષણ ભ્રકુટી ચઢાવી કહેવા લાગ્યા - અમારો મકરધ્વજ રાજા તો પછી–અમને એકલાને જ પૂરે પડી શકે એ તે કઈ દેવ, દાનવ, મનુષ્ય કે તિર્યંચ પણ અમારી નજરમાં નથી.” પરન્તુ પેલાએ કહ્યું–અમારા ચારિત્ર ધર્મ રાજા અને એના પરિવારને, કેઈ પણ પરાજયે કરી શકે એમ નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust