________________ (12) શ્રી અક્ષય કુમાર મવીશ્વરનું જીવન ચરિત્ર 'તભ્રષ્ટ, દુરાશય, પાપિષ્ટ, તારું મુખ કેશુ જુએ, અમારી દષ્ટિથી દૂર થા” એમ કહીને નિંદે છે. અરે નિર્લજ, સર્વસંઘસમક્ષ તારે જ મુખે વ્રત ઉશ્ચરીને હવે એ ત્યજી દે છે એથી તને કંઈ લાગતું નથી ? એમ કહીને ઉપાલંભ દે છે. વળી પરલોકમાં પણ એને દુર્ગતિજન્ય પરમ દુ:ખ પડે છે. શાળના કણ ખાઈ જનારી ભગવતીને જેમ ઘરનાં હલકાં કાર્યો કરી કરીને તનમનથી સંતાપ થતો, એવી રીતે આજીવિકા નિમિત્તે વેષ ધારણ કરીને પણ જે માણસ વ્રત ખંડે છે. એ વિશેષ દુઃખી થાય છે. એવાને આલેકમાં નિન્દા અને પરલોકમાં નાના પ્રકારનાં કલેશ અનુભવવા પડે છે. અથવા તો અન્યાયથી સુખ હોય જ શાનું? ત્રીજીવધુ વિચક્ષણ રક્ષિકા જેમ શાળનાં દાણું સાચવી રાખવાથી શ્વશુર વર્ગ વગેરેને સંમાન્ય થઈ પડી, એમ જે માણસ મહાવ્રતો લઈને એને નિરતિચારપણે પાળે છે. એ પોતાના આત્માને વિસ્તાર કરવામાં તત્પર હાઈને આલોકમાં ધમિષ્ટજનેની પ્રશંસાને પાત્ર થાય છે અને પરલોકમાં સ્વર્ગ અને મેક્ષનાં સુખને પણ પ્રાપ્ત કરે છે. વળી જેમ શ્વશુરના ઘરની એકલી સ્વામિની થઈ, અને સમસ્તજનોની પ્રશંસા તથા સન્માન પામી તેમ જે ભવ્યજન વ્રતગ્રહણ કરીને એને હર્ષપૂર્વક અને એકપણ અતીચાર દેષ વિના પાળે છે એ એની જેમ સન્માન પામે છે; તથા ઉત્તરોત્તર ચઢતું સ્થાન–પ્રાપ્ત કરી અન્ય ભવ્યપ્રાણિઓને મહાવ્રત લેવરાવી એમની વૃદ્ધિ-પુષ્ટિ કરે છે. એવા મહાવ્રતધારીને જે આક્ષેપણુદિ ઉત્તમ કથા કહેતાં કરાવતાં આવડતી હોય તો એ મિથ્યાદષ્ટિ જીવને પણ પ્રતિબંધ પમાડી શકે છે, અને પોતે પણ સ્વદેશમાં તેમ પરદેશમાં પોતાના તીર્થમાં તેમ અન્યતીર્થોમાં, પોતે ન ઈચ્છતા હોય તો એ પરમ ખ્યાતિ પામે છે. સ્વર્ગ અને મનુષ્ય ગતિમાં ઉત્તમ કુલેમાં પ્રધાન સુખને અનુભવી અંતમાં અપવર્ગનાં પણ પૂર્ણ સુખ પ્રાપ્ત કરે છે. હે અભયમુનિ, હવે તારે પણ આ રક્ષિકા અને રેહીણીના ન્યાયે, શુભ સંપાદન કરવાને અર્થે પાંચ મહાવ્રત પાળવાં અને એને પિષી વૃદ્ધિ કરવી. Jun Gun-Aaradhak Trust