________________ શ્રી અભયકુમાર મંત્રીશ્વરની દીક્ષાને વરડે. (107) અપ્રતિમ પ્રતિમા હતી–સમાન ગુણવત્તાને લીધે દેવવિમાનની જાણે ન્હાની બહેન હતી! * આવી અનુપમ-વિશિષ્ટ રચનાવાળી એ શિબિકાને પ્રદક્ષિણ કરીને સમસ્ત વિધિને જાણ અભયકુમાર દેવેન્દ્રની જેવી લીલાથી એના પર ચઢી ગયે, અને સૂર્ય ઉદયાચળને અલંકૃત કરે એમ એણે સિંહાસનને અલંકૃત કર્યું, એ વખતે સકળ પ્રજાવમાં એને વિકસિત નેત્રે જોઈ રહ્યો. તરતજ હંસસમાન ઉજ્વળ વસોને લઈને એક પ્રઢ સ્ત્રી શિબિકાની પ્રદક્ષિણા કરીને, ઉપર ચઢી અભયકુમારની જમણી બાજુએ બેઠી, અને રજોહરણ તથા પાત્ર હાથમાં લઈ એવી જ એક બીજી મહતરા સી ચઢીને અભયકુમારની ડાબી બાજુએ બેઠી. વળી એક ત્રીજી સુંદર વસ્ત્રધારી, સગાસંપૂર્ણ અને દેવાંગના સમાન સિાન્દર્યવાન સ્ત્રી એની પાછળ બેઠી અને એને મસ્તકે છત્ર ધરી રહી. અન્ય પણ, સપ્રમાણ આકૃતિ અને રૂપલાવણ્યને લીધે અપ્સરાએજ હાયની એવી શંકા કરાવતી, બે સ્ત્રીઓ અભયકુમારની બને બાજુએ બેઠી, અને એને નાના પ્રકારના રત્ન તથા મણિઓએ જડેલા–સુવર્ણ દંડવાળા, ચંદ્રમાના કિરણોને સમૂહ હોયની એ ભાસ કરાવતા, ચામરે વીંજવા લાગી. એક તરૂણી વળી સ્વચ્છ જળપૂર્ણ સુવર્ણની ઝારી લઈને એની વાયવ્ય દિશાએ બેઠી. શ્રેષ્ટ શૃંગારમાં સ થઈ આવેલી એક વળી ઉત્તમ કાંચનના હાથાવાળે વીંજણે લઈ એને વાયુ ઢળતી અગ્નિકોણે બેઠી. . . . આમ સર્વ આવશ્યક વ્યવસ્થા થઈ રહી કે સદ્ય નૃપતિએ આજ્ઞા કરી એટલે સમાન વય અને રૂપાકૃતિવાળા તથા એક સરખા વસ્ત્રાભરણાથી શોભતા, સહસ્ર યુવાનોએ શિબિકા ઉપાડી. તત્ક્ષણ મસ્ય, ભદ્રાસન, આદર્શ વદ્ધમાન કુંભ શ્રીવત્સ, સ્વસ્તિક અને નંદ્યાવર્તઆ આઠ આગળ થયા. એની પાછળ હસ્તિ, સિંહ, અશ્વ વગેરેનાં ચિત્રામણવાળી અનેક વિવિધરંગી વજાપતાકા ચાલી. એની પાછળ રથ અને રથવાળા, એની પાછળ વળી અશ્વો અને અશ્વારે ચાલ્યા. અને બે બાજુએ હસ્તીઓ અને હસ્તીના મહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust