________________ ( 106) શ્રા અભય કુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર, મનહર કુંડળ, કંઠે સ્વર્ણ ગળચવ, હાર અદ્ધહાર રત્નાવાળી અને એકાવળી મેતીની માળા, બેઉ ભુજાએ અંગદ–કેયૂર અને ત્રીજી બાહુરક્ષિકા રાખડી, કળાંચીએ મણિજડિત વલય, અને હાથપગની આંગળીઓએ વજા રત્નાતિમુદ્રા. * આ પ્રમાણે શ્રેષ્ઠ વસ્ત્રાલંકાર પરિધાન કરી અભયકુમાર સ જ્જ થયે એટલે એને માતપિતાએ અશ્રુપૂર્ણ નયને જોઈ રહી, પૂછયું–હે પ્રિયંવદ વત્સ, કહે હવે તારે શું જોઈએ? એણે કહ્યું - મારે માટે રજોહરણ અને પાત્ર મંગા, શેષ વસ્તુઓ હવે શેષ નાગની જેમ દૂર રહો. સદ્ય રાજાએ બજારમાંથી કુત્રિકાપણથી લક્ષમૂલ્ય આપીને રજોહરણ અને પાત્રો અણાવરાવ્યાં. એજ વખતે, આ ખાસ પ્રસંગને માટે રાજાએ તૈયાર કરાવેલી, સહસ્ત્ર પુરૂએ ઉચકેલી એક શુભકારી શિબિકા આવીને ઉભી રહી, જેને જોતાંજ લેકોનાં ચક્ષુઓ થંભાઈ ગયાં. ઉપર મૂત્યવાન ઉલેચ અને પડદાને સ્થળે મેતીની ગુંથણીની લટકતી હારમાળાઓથી એ શેભી રહી હતી. ખંભે ખંભે અત્યન્ત સુંદર આકૃતિવાળી પુતળીઓ અને અગ્ર સ્તંભે સુઘટિત મનહર વિદ્યાધર વિદ્યાધરીનાં જોડલાંથી એ વિરાજી રહી હતી. મધ્ય ભાગમાં આવી રહેલા શ્રેષ્ઠ સિંહાસન, સર્વત્ર ઘમકતી સુંદર ઘુઘરીઓ, ચેદિશ મૂકેલા મહૉટા ગવા, અને મધુર ટંકાર સ્વરથી આકાશને પૂરી નાખતી ઘંટા-આ સર્વથી એ અનુપમ દીપી રહી હતી. ઉલ્લસિત કિરણવાળો સુવર્ણકળશ, અને મન્દ વાયુને લીધે ફરફરી રહેલી વેત ધ્વજાપતાકાને લીધે એ અતીવ ઝળકી રહી હતી. એના પર મનુષ્ય, હસ્તી, સિંહ, અશ્વ, ગાય, ચિત્તા, મયુર, પોપટ, વાનર, હંસ, મૃગ, મસ્ય, કિન્નર, ચામર આદિ પ્રાણીઓનાંચંપક, પ આદિ અનેક લતાઓનાં અને સ્વસ્તિક આદિ મંગળચિન્હોનાં–આળેખેલાં મનહર ચિત્રોને લીધે એ અદ્ભુત આપી રહી હતી. વિશેષ શું કહીએ ? અસામાન્ય શિલ્પકળાની એ એક 1 . 1 આ કુત્રિકાપણનો અર્થ જાણવાની ઈચ્છાવાળાએ શ્રી વિજયદાનસુરીશ્વરકૃત શ્રી વિવિધ પ્રશ્નોત્તરને 21 પ્રશ્નોત્તર જોવે. . . . . . વાળા તળી વરાળ મા કહી અછત Ad Guatnasuri M. Jun Gan Aaradhak Trust