________________ ( 17 ) થી અક્ષય કુમારની દીક્ષા મહોત્સવ અથ બારમે સ. છે સદ્ય અભયકુમારે માતપિતાને વિજ્ઞપ્તિ કરી કે–શ્રી વીર . જિનેશ્વરે ઉદાયનરાજર્ષિને કહ્યું હતું કે “ધર્મમાં ઢીલ ઈ શી?” તે મારે પણ હવે વિના વિલમ્બ –ઢીલ કર્યા વિના ધર્મનું કામ કરવું છે–ત્રત લેવું છે. જે હું * રાજ્યને સ્વીકાર કરીશ તો વિલમ્બ થશે અને એ ધર્મનું કામ–દીક્ષા રહી જશે. અત્યારે શ્રી વીર તીર્થકર જેવા ગુરૂને વેગ છે, અને હું આપના જેવા:મહારાજાને પુત્ર હોઈ દક્ષા લઈશ એટલે ધર્મની સાથે કીર્તિ પણ પ્રાપ્ત થશે; માટે મને કૃપા કરી અનુજ્ઞા આપો તો સત્વર ચારિત્ર ગ્રહણકરી શ્રીવીરને શરણે જાઉં. આ લેકની જેમ પરલોકને હું ન સાધું તો મારા જે મૂર્ખ બીજે કણ? આપની કૃપાથી મેં જેમ આ લોકનાં સુખ ભેગવ્યાં છે તેમ શ્રી વીર પ્રભુની કૃપાવડે પરલોકનાં સુખ ભેગવવા ઈચ્છું છું કે - નિરન્તર માતપિતાની ભક્તિમાં અનુરક્ત, નિર્મળ-સરલ સ્વભાવી, બુદ્ધિચાતુર્યના ભંડાર, દીર્ધદષ્ટિ અને, લેકે જેનાં દર્શનથી પિતાને ભાગ્યશાળી માનતા એવા અભયકુમારના મારથ સાંભળીને એના માતપિતાએ શેકથી ગદ્ગદિત થઈ કહ્યું- હે વત્સ, જે રાજ્ય મેળવવાનાલેમથી બાપદીકર, કાકો ભત્રિજે, મામા ભાણેજ, ભાઈઓ અને મિત્રો એકબીજાના પ્રાણ સુદ્ધાં લેવા તત્પર થાય છે એવું સુંદર, મેંઘું રાજ્ય તું, આપતા છતાં પણ લેતા નથી અને કહે છે કે રાજ્ય સ્વીકારું તે દીક્ષા રહી જાય. પરન્તુ હે વિચક્ષણ પુત્ર તારા મનોરથ, યદ્યપિ કેવળ કલ્યાણરૂપ છે છતાં યે કોણ જાણે કેમ અમારા જ્હોંમાંથી “હા” નીકળતી નથી, પણ નકારરૂપ કઠેર શબ્દ નીકળે છે. માટે અમે વિદ્યમાન રહીએ ત્યાંસુધી થોભી જા, કે જેથી અમે નિરન્તર તારું વિકસ્વર વદનકમળ હર્ષપૂર્વક નીહા. ળતાં સુખમાં રહીએ. તું અમારા અવસાન પછી સુખે ચારિત્ર લેજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust