________________ શ્રી અભયકુમારે કરેલી વીર સ્તુતિ અને દીક્ષા ભાવના. (101) થશે. એને ક્રોધને લીધે એને સદ્ગતિ મળશે નહિં. મહદ્ધિક દેવ છે તાનું એક પલ્યોપમનું આયુષ્ય પાળીને ત્યાંથી પાછા મહાવિદેહમાં આવી સિદ્ધિપદને પ્રાપ્ત કરશે. . . . . . : - ' હે અભયકુમાર, આ પ્રમાણે અમે તને ઉદાયનરાજર્ષિનું ચરિત્ર ભૂતકાળનું અને ભવિષ્યમાં બનવાનું, તારી સન્મુખ કહી દીધું. " અભયકુમારે પણ કહ્યું- હે ભગવાન, આપનો મારાપર” ઉપકર થયો. અથવા તો આપની સુપ્રસન્ન દષ્ટિ કેની ઉપર નથી ? - પ્રભુનું ઉપદેશાત્મક વ્યાખ્યાન શ્રવણ કર્યાથી, જેના વ્રત ઉચ્ચારવાના પરીણામ થયા છે એવા અભયકુમારે, પછી ઉભા થઈ ત્રણ પ્રદક્ષિણા દઈ નમી, પ્રભુને વિજ્ઞાપના કરી:– . હે પ્રભે, આ અસારસંસારરૂ૫ સમુદ્રમાં અથડાતા પ્રાણીઓને આપ જહાજ સમાન છે; કષાયરૂપી અગ્નિથી તપી રહેલા પ્રાણઓને જળની જેમ ઠંડક આપનારા છો; મહા મેહરૂપી અન્ધકારથી જેમની દષ્ટિ વ્યાપ્ત થઈ ગઈ છે એવાઓને સૂર્ય સમાન પ્રકાશ આપનારા છો; કામરૂપી ગ્રહની સત્તામાં બંધાઈ રહેલાઓને ઉત્તમ મંત્રની જેમ મુક્ત કરનારા છો; અનેક શેક સંતાપરૂપી રજને વાયુની જેમ હરી લેનારા છે; જન્મ, જરા, મરણરૂપી કંદને અગ્નિની જેમ દગ્ધ કરનારા છે. વળી આપ એક બીજની જેમ સમસ્ત મંગળિકરૂપી અંકુરાને ઉત્પન્ન કરનારા છે. એક પ્રતિભૂ જામીનની જેમ આરોગ્યરૂપ અનેક સંપત્તિના અપાવનારા છે, સ્વર્ગ અને અપવર્ગના સુખો આપવાને શક્તિવાન છે. અરે અમારા સર્વ મનવાંછિત પૂર્ણ કરવામાં આપ તો એક અનન્ય કલ્પદ્રુમ જ છે, હું તો એક બન્દિવાનની જેમ હવે આ ભવનાં દુ:ખોથી મુંઝાઈ ગયો છું; એક દેધાદાર કે નિર્ધન કૌટુમ્બિક, કે બહુ કન્યાના પિતાની જેમ. વળી હવે મને આ ગૃહવાસ પ્રચંડ અગ્નિની વાળાથી બળી રહેલા ઘર જેવું જણાય છે. મારે મન કામ દુષ્ટ શત્રુ જે, સ્ત્રીઓ રાક્ષસીસમાન, ભેગેપભેગ રેગના ઘર, સંગ કાચના બીજ જેવા, લક્ષ્મી સિન્દર્યહીન અને રાજાની કૃપા વિષાદ જેવી છે. હવે તે હે પ્રભુ મને આ પારાપાર સંસારથી ગમે એમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust