SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ , (94) શ્રી અભય કુમારે મંત્રીશ્વરનું જીવન ચરિત્ર ' . હવે તે એ શેકને સંતાપરૂપી મોટા સમુદ્રના આવર્તમાં પડે. એ આવતમાંથી કેમે નીકળી શકાય એમ ન રહ્યું. ઘરમાં રહ્યાં. હવે પિતે ને અલમી શેઠાણું, ને શેષમાં અપુણ્યને અસં- પત્તિ. બહુ દુઃખી થયે એટલામાં એને પેલા પિતાએ કહી રાખેલી ( નિધાનની વાત યાદ આવી. એ નિધાન ભૂમિમાંથી ખોદી કાઢી * હસ્તગત કરી પુન: મનુષ્ય થવાને વિચાર કર્યો. ધનરહિત નર પશુ કહેવાય છે એટલે ધન આવે તે પશુતા જાય ને માનવતા આવે. : એટલે રાત્રીને સમયે ભૂમિ ખોદવા માંડી તે કઈ અદષ્ટ નિષેધક . અવાજ આવ્યું. બાદત્ત ચકવતીએ પોતાનું ભેજન લેવાની બ્રા શ્રણને ના કહી હતી એમ એ અવાજે ના કહી છતાં ખેડ્યું એટલે અંદરથી નિધાનને બદલે સપની હારમાળા-ગુંછળાને ગુંછળા નીકળ્યાં ને એની આસપાસ વીંટળાઈ વળ્યાં, તથા એને દંશ દેવા લાગ્યા. સર્પોના પાશ અને દંશ બેઉએ એકત્ર મળીને એના શરીરમાંથી પ્રાણને હાંકી કાઢયા. સુવર્ણકટિન નિધાન તો કોઈ યક્ષે - પોતે હસ્તગત કરી પિતાને કબજે રાખે. ધન! ધન! તારા પ્રાર- ધ્વની બલિહારી છે કે, જેમને તારે ઉપભોગ નથી કરે એવાએને પણ તું અતીવ અતીવ પ્રિય છે ! પુણ્ય અને અપુણ્યનું ફળ દર્શાવનાર, ભદ્ર અને અભદ્રનું આ દષ્ટાન્ત શ્રવણ કરીને, હે પ્રાણીઓ, તમારે અપુણ્યને વિષવત્ ગણીને ત્યજી દેવું અને કેવળ પુણ્યજ ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરો. આ પુણ્ય પ્રવર્તક અને નિવર્તક–એમ બે પ્રકારનું છે. દાન દેવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એ પુણ્યનું ફળ કામગ છે માટે એ પુણ્ય પ્રવર્તક (એટલે મનુષ્યને પ્રવૃત્તિમાં મૂકનારૂં ); અને શીલ આદિથી જે પુણ્યની પ્રાપ્તિ થાય એ પુણ્યનું ફળ જન્મમરણનો ઉચ્છેદ છે માટે એ પુણ્ય નિવર્તક છે. હે અભયકુમાર, આ અમારે આપેલ ધર્મોપદેશ શ્રવણ કરીને ઉદાયન રાજાને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. એટલે એણે અમને વિજ્ઞાપના કરી કે “પ્રભે, હું ઘેર જઈને રાજ્યની વ્યવસ્થા કરી આવીને તમારી પાસે ચારિત્ર અંગીકાર કરીશ, અને આ સંસારની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036404
Book TitleAbhaykumar Mantri Jivan Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandratilak Upadhyay
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1930
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size115 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy