________________ ( શ્રી સર્વજ્ઞા તા. 9 : અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર. ભાગ ત્રીજો. સર્ગ 11 મે. એકદા, જેમનું આગમન કઈ અલોકિક આનંદને આપનારું છે કહેવાતું એવા, નિત્યપવિત્ર અને શમતાના ધામરૂપ યુગપ્રધાનશ્રી સુધર્માગણધર રાજગૃહનગરમાં પધાર્યા, અને કોઈના, પશુ-નપુંસક અને સ્ત્રી જાતિ-થી વિવજીત મકાનમાં ઉતર્યા. કેમકે ભાડું આપીને રહેનારા (ભાડુત) ની જેમ મુનિઓને પણ પોતાની માલિકીના મકાન હોતાં નથી. અસ્પૃદયના અદ્વિતીય સ્થાનરૂપ-એવા ઉત્તમ પુરૂષને આવ્યા સાંભળી રાયથી રંક પર્યત સર્વ જ એમનાં દર્શનાર્થે જવા લાગ્યા. અથવાતે સમુદ્રને પાર પામવો હોય તો સૌ કેઈને પ્રવહણને આશ્રય લે જ પડે છે. જોકે એમનાં દર્શન કરી ભૂમિ પર્યન્ત મસ્તક નમાવી વંદન કરીને એમને ધર્મોપદેશ શ્રવણ કરવા યથાસ્થાને બેઠા. કારણકે ભવસાગરથી તારનાર એવા ઉત્તમ તીર્થને ઘેર બેઠાં લાભ મળતું હોય તે વિચક્ષણ 1 છેલ્લા તીર્થકર શ્રી મહાવીરના ૧૧મા ગણધર. વિશેષ માટે જુઓ - આ ચરિત્રનો પ્રયત્ર ભાગ પૃષ્ટ 2 ની નોટ 8 તથા પૃષ્ટ ૩ની નોટ 1. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust