________________ 78 અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર. ગણાતી પુત્રીએ મને શામાટે આ પ્રમાણે કાઢી મૂકાવી ? પિતે વિદ્વાન છે માટે મારા જેવી ભેળા સ્વભાવ વાળીને તો તે કશા લેખામાં ગણતી નથી, માટે જે હું એને શિક્ષા ન કરે તે ભિક્ષા શિવાય હું કંઈ જાણતીજ નથી (એમ સમજવું. ) પણ એને કયે પ્રકારે સારી રીતે શિક્ષા અપાય ? હા, સમજાયું. એને અનેક સપત્નીઓને વિષે નાખું; કારણકે સ્ત્રીઓને એ મહા દુઃખ છે.” એમ વિચારીને એણે એક છબિ આળખનારીની પિઠે તે રાજકુમારીનું રૂપ એક પટપર આળેખી લીધું. પછી વિધાતાના સર્વ નિર્માણના સારરૂપ એવા એ રૂપને તેણે જઈને શ્રેણિકરાજાને બતાવ્યું. એ મહીપાળ પણ પટમાં ચિલી આકૃતિને નિહાળીને અન્ય સર્વ સ્ત્રી સમાજને વિરૂપજ ધારવા લાગ્યું, અને તેને વિષેજ એકતાન થઈ વારંવાર શીર્ષ ધુણાવતે ચિત્તને વિષે સંતોષ પામવા લાગે -સ્નિગ્ધ અને ભ્રમર સમાન નીલ એ જે એને કેશપાશ છે તે જાણે તેણીએ પિતાના સ્વરવડે મયૂરને જીતીને, તેની પાસેથી, સુભગ સ્ત્રીઓના અભિમાનરૂપી વિષને ઉતારવાને, આગ્રહ કરીને, તેને કલાપ લઈ લીધે હાયની (એ સુંદર જણાય છે ) ! એના અત્યન્ત ગોળ મુખને જોઈને, પૂર્ણિમાને ચંદ્રમા એવી રીતે ભગ્ન થઈ ગયે છે કે કથંચિત બહુલપક્ષ પામીને પણ તે દિવસે દિવસે કૃશ થતું જાય છે. એના નવનીત અને રૂ સમાન સુકમળ બાહુ જાનુપર્યત પહેચેલાં છે, તે જાણે, પરાજય પામવાથી પલાયન થઈ જતી રતિ અને પ્રીતિને કેશવતી પકડી લેવાને જ હોયની ! આણે નિશ્ચયે કેઈ બે લેકની સ્ત્રીઓ પર વિજય મેળવ્યા જણાય છે; નહિં તે પ્રજાપતિ પાસેથી એને પુષ્ટ પધરને મિષે બે સુવર્ણકુંભ શેના મળે ? અહો ! એના અતિકૃશ એવા ઉદરે પણ ત્રણ રેખા પ્રાપ્ત કરી છે ! પણ એમાં આશ્ચર્ય નથી; કારણકે આ લોકમાં સ્થલતાથી કંઈ પણ મળતું નથી; મધ્યસ્થતા એજ અભ્યદયને હેતુ છે. આને અપ્રતિમ નિતમ્બભાગ કઈ - ખરેખર મદ-વિશાલ-અને ઉન્નત છે; નિશ્ચયે . એજ સ્થળરૂપી